ઇડીએ જપ્ત કરેલા 3000 કરોડ બંગાળને પાછા આપવા મોદી-વચન
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં ગરીબો પાસેથી પલૂંટાયેલાથ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા જપ્ત કરાયેલા નાણાં લોકોને પરત કરવા માટે કામ કરી રહ્યા છે.પીએમ મોદીએ કૃષ્ણનગર લોકસભા મતવિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા સામે પક્ષના ઉમેદવાર અને અગાઉના રાજવી પરિવારના સભ્ય અમૃતા રોય સાથે ટેલિફોનિક વાતચીતમાં આ વાત કહી છે.પીએમ મોદીએ રાજમાતા સાથે વાતચીતમાં કહ્યું, હું કાયદાકીય સલાહ લઈ રહ્યો છું. ઇડીએ પશ્ચિમ બંગાળમાં 3000 કરોડ રૂૂપિયા જપ્ત કર્યા છે, આ ગરીબોના પૈસા છે. કોઈએ શિક્ષક બનવા માટે પૈસા ચૂકવ્યા, તો કોઈએ કારકુન બનવા માટે પૈસા ચૂકવ્યા. હું કાનૂની સલાહ લઈ રહ્યો છું. મારી ઈચ્છા છે કે નવી સરકાર બનતાની સાથે જ કાયદાકીય જોગવાઈઓ કરવી પડશે, નિયમો બનાવવા પડશે, હું ગરીબ લોકોને આ 3000 કરોડ રૂૂપિયા પરત કરવા માંગુ છું. બંગાળની જનતા વિશ્વાસ કરે કે ઇડીએ જે 3000 કરોડ રૂૂપિયા જપ્ત કર્યા છે તેને પરત કરવાનો હું કોઈને કોઈ રસ્તો શોધી લઈશ.
મોદીએ ભ્રષ્ટાચારના કેસમાં ઇડી દ્વારા ધરપકડ કર્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ટેકો આપવા બદલ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે જેમણે આમ આદમી પાર્ટી વિરુદ્ધ ફરિયાદ કરી હતી તેઓએ હવે પોતાનું વલણ બદલી નાખ્યું છે. આ દર્શાવે છે કે તેમની પ્રાથમિકતા દેશ નહીં પરંતુ સત્તા છે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે, ભ્રષ્ટાચાર મુક્ત દેશ માટે લડી રહ્યું છે જ્યારે તમામ ભ્રષ્ટાચારીઓ એકબીજાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.