રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

SPGએ ના પાડી છતાં મોદી પાક. ગયા હતા

06:05 PM Feb 10, 2024 IST | Bhumika
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે સંસદની કેન્ટીનમાં સાંસદો સાથે લંચ લીધું હતું. આ દરમિયાન બીજેપી સાંસદ હીના ગાવિત, એસ. ફાંગનોન કોન્યાક, ટીડીપી સાંસદ રામમોહન નાયડુ, બસપા સાંસદ રિતેશ પાંડે અને બીજેડીના સાંસદ સસ્મિત પાત્રા અને એનકે પ્રેમચંદ્રને પીએમ મોદી સાથે લંચ કર્યું હતું.

Advertisement

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બપોરે 2.30 વાગ્યે ફોન આવ્યા બાદ સાંસદોને અનૌપચારિક લંચ વિશે માહિતી મળી હતી. વડાપ્રધાને સાંસદોને કહ્યું, આવો, તમને મારે સજા આપવાની છે. પીએમ મોદી અને સાંસદોએ કેન્ટીનમાં શાકાહારી ભોજન અને રાગીના લાડુ ખાધા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, લંચ દરમિયાન જ્યારે એક સાંસદે પીએમ મોદીને નવાઝ શરીફની પુત્રીના લગ્નમાં તેમની બિનઆયોજિત મુલાકાત વિશે પૂછ્યું તો પીએમએ કહ્યું કે તેઓ બપોરે 2 વાગ્યા સુધી સંસદમાં હતા. જે બાદ તે અફઘાનિસ્તાન (અરલવફક્ષશતફિંક્ષ) જવા રવાના થયાં હતા. પરત ફરતાં તેમણે પાકિસ્તાન જવાનું નક્કી કર્યું હતું. જોકે જઙૠએ આમ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

પીએમ મોદીએ કહ્યું કે જઙૠના ઇનકાર પછી પણ તેમણે નવાઝ શરીફને ફોન કર્યો અને પૂછ્યું કે શું તેઓ તેમને રિસીવ કરશે. આ પછી તેઓ (પીએમ મોદી) પાકિસ્તાન ગયા હતા.સાંસદો સાથે લંચ લેતી વખતે વડાપ્રધાન મોદીએ તેમના પ્રવાસ, અનુભવો અને યોગ વિશે અનૌપચારિક વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ખિચડી તેમનો ફેવરિટ ફૂડ છે. ઙખએ એક સાંસદને કહ્યું કે કેટલીકવાર મારી મુસાફરી એટલી બધી હોય છે કે મને ખ્યાલ પણ નથી આવતો કે હું કેટલીકવાર ઊંઘ્યા વિના પણ રહ્યું છું.

રિતેશ પાંડેએ પીએમ મોદીને ભુજ ભૂકંપની દુર્ઘટનાનો સામનો કરવાના અનુભવ વિશે પૂછ્યું. એક સાંસદે કહ્યું કે મને પીએમઓ તરફથી ફોન આવ્યો કે કૃપા કરીને આવો પીએમ તમને મળવા માંગે છે.
જ્યારે અમે કેન્ટીન પહોંચ્યા ત્યારે અમે વિઝિટર લોન્જમાં હતા. અમે બધાએ એકબીજા તરફ જોયું અને આશ્ચર્ય થયું કે અમને બધાને કેવી રીતે બોલાવવામાં આવ્યા હતા. સાંસદોએ કહ્યું કે તે એક મહાન અનૌપચારિક અનુભવ હતો.

Tags :
indiaindia newspm narendra modi
Advertisement
Next Article
Advertisement