For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોદી આવતીકાલથી ત્રણ દેશોના પ્રવાસે: સાયપ્રસ પછી કેનેડામાં જી-7 સંમેલનમાં હાજરી આપશે

05:47 PM Jun 14, 2025 IST | Bhumika
મોદી આવતીકાલથી ત્રણ દેશોના પ્રવાસે  સાયપ્રસ પછી કેનેડામાં જી 7 સંમેલનમાં હાજરી આપશે

પીએમ મોદી 15 થી 19 જૂન દરમિયાન વિદેશ પ્રવાસ પર રહેશે અને સાયપ્રસ રિપબ્લિક, કેનેડા અને ક્રોએશિયાની સત્તાવાર મુલાકાત લેશે. આ મુલાકાતને ત્રણેય દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને યુરોપિયન યુનિયન અને વૈશ્વિક મંચો પર ભારતની ભૂમિકાને વધુ સક્રિય બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

Advertisement

સાયપ્રસ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સના આમંત્રણ પર, વડા પ્રધાન મોદી 15-16 જૂને સાયપ્રસની સત્તાવાર મુલાકાત લેશે. છેલ્લા બે દાયકામાં ભારતીય વડાપ્રધાનની સાયપ્રસની આ પહેલી મુલાકાત હશે.

નિકોસિયામાં, વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલિડ્સ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને લિમાસોલમાં વેપારી નેતાઓને સંબોધિત કરશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધોનો સંદેશ આપશે અને ભૂમધ્ય ક્ષેત્ર અને યુરોપિયન યુનિયન સાથે ભારતની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સહયોગ વધારશે.
મુલાકાતના બીજા તબક્કામાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા પહોંચશે. કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નેના આમંત્રણ પર, પીએમ મોદી 16-17 જૂને કનાનાસ્કિસમાં યોજાનારી જી-7 સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી સતત છઠ્ઠી વખત જી-7 સમિટમાં હાજરી આપશે.

Advertisement

સમિટમાં, પ્રધાનમંત્રી મોદી જી-7 દેશોના વડાઓ, આમંત્રિત આઉટરીચ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે ઊર્જા સુરક્ષા, ટેકનોલોજી અને નવીનતા, ખાસ કરીને અઈં-ઊર્જા સંબંધો અને ક્વોન્ટમ ટેકનોલોજી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે. પ્રધાનમંત્રી આ સમયગાળા દરમિયાન અનેક દ્વિપક્ષીય બેઠકો પણ કરશે.મુલાકાતના છેલ્લા તબક્કામાં, પ્રધાનમંત્રી મોદી 18 જૂને ક્રોએશિયાની સત્તાવાર મુલાકાતે જશે. ક્રોએશિયા પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી આન્દ્રે પ્લેન્કોવિકના આમંત્રણ પર ભારતીય પ્રધાનમંત્રીની આ પહેલી મુલાકાત હશે, જે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂૂપ હશે.પ્રધાનમંત્રી મોદી તેમના સમકક્ષ પ્લેન્કોવિક સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.

અને ક્રોએશિયન રાષ્ટ્રપતિ જોરાન મિલાનોવિકને મળશે. આ મુલાકાત ઊઞ ભાગીદાર દેશો સાથે સંબંધોને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને પણ રેખાંકિત કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement