જી-20 નેતાઓના સંમેલનમાં હાજરી આપવા મોદી દક્ષિણ આફ્રિકા રવાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે 20મી જી-20 લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ જવા રવાના થયા છે. આ ત્રણ દિવસીય યાત્રા 21 થી 23 નવેમ્બર સુધી ચાલશે, જે દરમિયાન પીએમ મોદી વિશ્વના અન્ય મુખ્ય નેતાઓ સાથે મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. નોંધનીય બાબત એ છે કે આ સમિટ આફ્રિકન ખંડમાં યોજાઈ રહેલી સૌપ્રથમ જી-20 સમિટ છે, જે તેને ઐતિહાસિક બનાવે છે. આ સમિટ પગ્લોબલ સાઉથથ ના દેશો દ્વારા સતત ચોથી વાર યોજાઈ રહી છે, કારણ કે અગાઉ ઈન્ડોનેશિયા, ભારત અને બ્રાઝિલે તેનું યજમાનપદ સંભાળ્યું હતું.
આ વખતે દક્ષિણ આફ્રિકાના પ્રમુખપદ હેઠળ એકતા, સમાનતા અને સ્થિરતાની થીમ પર ચર્ચાઓ કેન્દ્રિત રહેશે. સચિવ સુધાકર દલેલાના જણાવ્યા અનુસાર, ભારત માટે આ મંચ અત્યંત મહત્વનો છે કારણ કે ભારતની 2023 ની અધ્યક્ષતા દરમિયાન આફ્રિકન યુનિયનને જી-20 માં કાયમી સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યું હતું.
આ સમિટમાં ભારત ફરી એકવાર વિકાસશીલ દેશોના હિતો, ક્લાઈમેટ ચેન્જ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા વિષયોને પ્રાધાન્ય આપશે અને ભારતની અધ્યક્ષતા દરમિયાન શરૂૂ થયેલી પહેલોને આગળ વધારવાનો પ્રયાસ કરશે.