મોદી સરકારનો ઝટકો, પાછલા મહિનાનું રાશન હવે નહીં મળે
જે-તે માસમાં જ રાશન લઇ લેવાનું રહેશે
ભારતમાં હજુ પણ ઘણા એવા લોકો રહે છે જે પોતાના રાશનની પણ વ્યવસ્થા નથી કરી શકતા. આવા લોકોને ભારત સરકાર નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ ઓછા દરે રાશન પૂરું પાડે છે. સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું જરૂૂરી છે. સરકારે રાશન લેવા અંગે તાજેતરમાં એક નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. જેનાથી હવે ઘણા રાશન કાર્ડ ધારકોને આંચકો લાગી શકે છે.
ભારત સરકારે રાશન કાર્ડને લગતો જૂનો નિયમ હવે સમાપ્ત કરી દીધો છે. હવે રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નહીં મળે. હવે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે. એટલે કે જે મહિનાનું રાશન લેવાનું છે, તો રાશન કાર્ડ ધારકોએ તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રાશન લઈ લેવું પડશે. નહીંતર પછી તે રાશન નહીં મળે.
એટલે કે કુલ મળીને કહીએ તો રાશન કાર્ડ ધારકોને એક મહિનામાં એક વાર જ રાશન આપવામાં આવશે. જો કોઈ રાશન કાર્ડ ધારક તે મહિને રાશન નથી લઈ શકતો, તો પછી તેને આગલા મહિને રાશન મળશે. પરંતુ તેમાં જે પાછલા મહિનાનું રાશન નહોતું લેવાયું, તે રાશન નહીં અપાય.પહેલાં જો કોઈ રાશન કાર્ડ ધારક પાછલા મહિનાનું રાશન નહોતો લઈ શકતો, તો પછી તે આગલા મહિને તે મહિનાનું રાશન લઈ લેતો હતો. એટલે કે જો કોઈ રાશન કાર્ડ ધારક એક મહિનાનું રાશન નહોતો લઈ શક્યો, તો જ્યારે આગલા મહિને રાશન લેવા જતો ત્યારે તેને વર્તમાન મહિનાનું અને પાછલા મહિનાનું બંને રાશન આપવામાં આવતું હતું.