કોલકાત્તામાં દુર્ગા પૂજા પંડાલમાં ટોળાંનો હંગામો, મૂર્તિ તોડી નાખવા ધમકી આપી
પશ્ચિમ બંગાળના મેટિયાબ્રુઝ વિસ્તારના કેએમસી વોર્ડ નંબર 133માં દુર્ગા પૂજા દરમિયાન વિવાદ જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળ ભાજપે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર આ અંગે એક પોસ્ટ શેર કરી છે. ભાજપએ પોસ્ટ શેર કરતા લખ્યું કે, પશ્ચિમ બંગાળના મેટિયાબ્રુઝના કેએમસી વોર્ડ નંબર 133માં બંગાળી હિંદુઓ દુર્ગા પૂજાની ઉજવણી કરી રહ્યા હતા, જ્યાં વિચલિત દ્રશ્યો સામે આવ્યા છે.સવારે, જ્યારે લોકો દુર્ગા પૂજા દરમિયાન ઢાક અને શંખ ફૂંકતા હતા, ત્યારે આનાથી એક વર્ગ નારાજ થયો હતો. લગભગ 50-60 લોકોનું ટોળું પંડાલમાં ઘૂસી ગયું અને ધમકી આપવાનું શરૂૂ કર્યું કે જો ઉત્સવ તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો તેઓ મા દુર્ગાની મૂર્તિનો નાશ કરી દેશે.
પંડાલમાં પહોંચેલી ભીડે કહ્યું કે જ્યારે અઝાન ચાલી રહી હોય ત્યારે મંત્રો અને હિંદુ ધાર્મિક વિધિઓ કરી શકાતી નથી. ઘૂસણખોરોમાંથી કોઈને બંગાળી બોલતા આવડતું નથી. આ ઘટના બંગાળમાં એક અવ્યવસ્થિત વાસ્તવિકતાને ઉજાગર કરે છે.ફરિયાદમાં જણાવાયું છે કે, 11 ઓક્ટોબરના રોજ સવારે જ્યારે ન્યૂ બેંગાલ સ્પોર્ટિંગ ક્લબ દ્વારા અષ્ટમી અને નવમીની વિધિ કરવામાં આવી રહી હતી, ત્યારે બપોરે 1.13 વાગ્યાના અરસામાં 50-60 જેટલા બેફામ લોકો આવ્યા હતા અને પૂજા રોકવાનું કહ્યું હતું અને તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો, સાથે ધમકી આપી હતી કે જો પૂજા બંધ નહીં કરવામાં આવે તો તે મા દુર્ગાની મૂર્તિ તોડી નાખશે. આ દરમિયાન તેઓએ અમારી મહિલા સભ્યોને ધક્કો માર્યો અને અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો. અમે આ ઘટનાની વીડિયો ક્લિપ પણ શેર કરી રહ્યા છીએ. અમારી માંગ છે કે આ ઘટનાને ધ્યાને લઈ તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે.