મોબાઈલ મેનિયા: ભારતના 84 ટકા લોકોને ઊઠતાંવેંત જોઈએ છે મોબાઈલ
- દિવસમાં સરેરાશ 80 વખત ફોન ચેક કરે છે, 55 ટકા લોકોને ખબર જ નથી કે મોબાઈલ શું કામ ચેક કરે છે, રસપ્રદ સર્વે
ઓનલાઈન શોપિંગ, ટ્રાવેલ બુકિંગ, રિમાઇન્ડર્સ, ઓફિસ મીટિંગ્સથી લઈને પેમેન્ટ્સ એપ બાદહું એક જ સ્માર્ટફોનમાં છે. તેમાં કોઈ શંકા નથી કે ભારત સ્માર્ટફોનનું મોટું બજાર છે અને એક રિપોર્ટ પરથી આનો અંદાજ લગાવી શકાય છે . તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ઇઈૠ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 84% ભારતીયો જાગવાની 15 મિનિટની અંદર તેમના ફોન ચેક કરે છે. એટલું જ નહીં ભારતીય લોકો સામાન્ય રીતે દિવસમાં સરેરાશ 80 વખત તેમના ફોનને ચેક કરે છે.
ભારતમાં ઈન્ટરનેટ સ્પીડમાં સમયની સાથે ઘણો સુધારો થયો છે. હવે ડેટા પેક પણ વ્યાજબી દરે ઉપલબ્ધ છે. પરિણામ એ છે કે ઇન્ટરનેટનો વપરાશ 71% વધ્યો છે અને મોટાભાગના લોકો તેમના ફોનનો ઉપયોગ કરતી વખતે તેમનો 50% સમય સ્ટ્રીમિંગ ક્ધટેન્ટ જોવામાં વિતાવે છે. રિપોર્ટ અનુસાર 18-24 વર્ષની વયના લોકો એટલે કે યુવા પેઢી ઈન્સ્ટાગ્રામ રીલ્સ, યુટ્યુબ શોર્ટ્સ જેવા શોર્ટ ફોર્મના વીડિયો પર વધુ સમય વિતાવી રહી છે.
સ્માર્ટફોન પર વધુ સમય વિતાવવાના કારણે દિનચર્યા પર અસર પડી રહી હોવાનું પણ સામે આવ્યું છે. પઈમ્પેક્ટ ઓફ સ્માર્ટફોન્સ ઓન પેરેન્ટ-ચાઈલ્ડ રિલેશનશિપના રિપોર્ટ અનુસાર, 94% પેરેન્ટ્સે કહ્યું કે વધુ પડતા ફોનના ઉપયોગને કારણે, તેમના બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે અને એમને આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તે જ સમયે, 91% લોકોએ બાળકોને ફોન ન આપવો જોઇએ એવી પણ વાત કરી છે. ઇઈૠ રિપોર્ટ માટે, 30 દિવસની અંદર 1100 થી વધુ સ્માર્ટફોન યુઝર્સને સ્ટડીમાં સામેલ કરવામાં આવ્યા હતા. દરેક વય, લિંગ, આવક અને ક્ષેત્રને ધ્યાનમાં રાખીને લોકો સાથે વાતચીત, મુલાકાત અને ચર્ચા કર્યા પછી ડેટાનું વિશ્ર્લેષણ કરવામાં આવ્યું હતું.
સ્માર્ટફોન યુઝર્સની વર્તનને લઈને ત્રણ વિચિત્ર બાબત
- ફોનનો ઉપયોગ કરતી વખતે, 55% કિસ્સાઓમાં, લોકો જાણતા નથી કે તેઓ કયા હેતુથી ફોનનો ઉપયોગ કરી રહ્યા છે.
- 50% સમય માટે લોકો ફોનનો ઉપયોગ કોઈને કોઈ કામ માટે કરે છે.
- 5% થી 10% કેસોમાં, લોકોને માત્ર આંશિક ખ્યાલ હોય છે કે તેઓ શા માટે ફોનનો ઉપયોગ કરી રહ્યા છે.