For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતમાં ચાના કપ કરતાં મોબાઇલ ડેટા સસ્તો: મોદી

05:42 PM Oct 08, 2025 IST | Bhumika
ભારતમાં ચાના કપ કરતાં મોબાઇલ ડેટા સસ્તો  મોદી

ભારતમાં મોબાઇલ ડેટા હવે ચાના કપ કરતાં પણ સસ્તો છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીના યશોભૂમિ ક્ધવેન્શન સેન્ટર ખાતે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2025 ની નવમી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતી વખતે જણાવ્યું હતું.ભારત પ્રતિ-વપરાશકર્તા ડેટા વપરાશમાં અગ્રણી દેશોમાં સ્થાન ધરાવે છે. ભારતનો યુઝર ડેટા ખર્ચ હવે ચાના કપ કરતાં પણ ઓછો છે,સ્ત્રસ્ત્ર પીએમ મોદીએ ઉમેર્યું.

Advertisement

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે મોબાઇલ ઉત્પાદન 28 ગણું વધ્યું છે જ્યારે નિકાસ 127 ગણી વધી છે. છેલ્લા દાયકામાં, મોબાઇલ ફોન ઉત્પાદન ક્ષેત્રે લાખો સીધી નોકરીઓનું સર્જન કર્યું છે.સ્થાનિક મૂલ્યવર્ધ અંગે, પીએમ મોદીએ કહ્યું કે એક વૈશ્વિક જાણીતી કંપનીની સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમ 45 સ્થાનિક ભાગીદારો સુધી વધી છે, જેનાથી 3.5 લાખથી વધુ નોકરીઓનું સર્જન થયું છે. તેઓ એપલની ભારતમાં હાજરીનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જ્યાં તેણે ચીન પરની નિર્ભરતા ઘટાડીને સ્થાનિક સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમનો વિસ્તાર કર્યો છે. સપ્લાય ઘટકો માટે એપલ પાસે ભારતમાં ડિક્સન, એમ્બર, એચસીએલ ટેક, વિપ્રો અને મધરસન ગ્રુપ જેવા ભાગીદારો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement