મુંબઇમાં મોબ લિંન્ચિંગ, બે પૂજારી ઉપર પાંચ શખ્સોનો સશસ્ત્ર હુમલો
પૂજા કરીને પરત ફરતા ઢોર માર મારી ચપ્પાના ઘા ઝીંક્યા
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં બે પૂજારીઓ પર લાકડીઓ અને છરીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. બંને પૂજારી મંદિરમાં પૂજા કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં પાંચ યુવકોએ તેમને રસ્તા વચ્ચે રોક્યા અને લાકડીઓ વડે માર મારવાનું શરૂૂ કર્યું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
મહારાષ્ટ્રમાં ફરી એકવાર સાધુઓ પર મોબ લિંચિંગનો શિકાર બન્યા છે. આ વખતે મંદિરના પૂજારીઓ પર હુમલો થયો હતો. રાજ્યની રાજધાની મુંબઈમાં પૂજા કરી પરત ફરી રહેલા બે પૂજારીઓ પર પાંચ લોકોએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં, બંનેને છરીના ઘા પણ મારવામાં આવ્યા હતા, જેના કારણે બંનેને ઈજાઓ થઈ હતી. ગુનો કર્યા બાદ આરોપી સ્થળ પરથી નાસી ગયા હતા. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને પૂજારીઓને હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં સારવાર બાદ બંનેને રજા આપવામાં આવી છે.
મામલો કાંદિવલી લાલજીપદ વિસ્તારનો છે. અહીં રવિવારે સાંજે બે પૂજારી મંદિરમાં પૂજા કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પાંચ લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. પહેલા પૂજારીઓને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો, પછી તેઓને છરી મારવામાં આવી હતી.
ઘટનાને અંજામ આપ્યા બાદ પાંચેય આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ કાંદિવલી પોલીસ ત્યાં પહોંચી અને પૂજારીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં સારવાર બાદ બંનેને રજા આપવામાં આવી હતી.
આ પછી કાંદિવલી પોલીસે આરોપીની શોધ શરૂૂ કરી હતી. તે દરમિયાન હુમલો કરનાર બે આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે બંનેને કસ્ટડીમાં લઈને પૂછપરછ હાથ ધરી છે. પોલીસ બાકીના આરોપીઓને શોધવામાં લાગી છે. પોલીસે હુમલાના કારણ અંગે ધરપકડ કરાયેલા બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે.