રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મહારાષ્ટ્રમાં ખકઈની ચૂંટણી પૂર્વે ધારાસભ્યોને હોટલમાં ખસેડાયા

11:26 AM Jul 11, 2024 IST | admin
Advertisement

ઉદ્ધવ જૂથમાં ક્રોસ વોટિંગનો ફફડાટ

Advertisement

મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીઓ માટે રાજકીય ગતિવિધિઓ સતત વધી રહી છે. રાજ્યમાં આવતી કાલે વિધાન પરિષદની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા તમામ રાજકીય પક્ષો પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરીને રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. આ સાથે તમામ રાજકીય પક્ષો પોતાના ધારાસભ્યોને બચાવતા જોવા મળી રહ્યા છે.

વિધાન પરિષદની ચૂંટણી માટે 11 બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં છે. ઉદ્ધવ ઠાકરે જૂથે ચૂંટણી માટે ખાસ પ્લાન તૈયાર કર્યો છે. શિવસેના યુબીટીએ તેના તમામ 16 ધારાસભ્યોને આઈટીસી ગ્રાન્ડ સેન્ટ્રલ હોટેલમાં શિફ્ટ કર્યા છે. આદિત્ય ઠાકરે પણ આ ધારાસભ્યો સાથે રહી શકે છે. પક્રોસ વોટિંગથની શક્યતાને ધ્યાનમાં રાખીને ધારાસભ્યોને હોટલોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

વિધાન પરિષદની ચૂંટણીમાં શિવસેના (યુબીટી) દ્વારા મિલિંદ નાર્વેકરને ઉમેદવાર બનાવવામાં આવ્યા બાદ ગણિત બગડ્યું છે. ચૂંટણી જીતવા માટે ઉમેદવારને 23 મતની જરૂૂર હોય છે. શિવસેના (યુબીટી) પાસે માત્ર 15 ધારાસભ્યો છે, જ્યારે બીજી તરફ, એનસીપી (એપી)ના બીજા ઉમેદવાર અને એનસીપી (એસપી) સમર્થિત ઉમેદવાર જયંત પાટીલે પણ જીત માટે અન્ય પક્ષોના ધારાસભ્યો પર નિર્ભર રહેવું પડશે. જો વિધાન પરિષદની ચૂંટણી દરમિયાન ક્રોસ વોટિંગ થાય છે, તો ઉદ્ધવ ઠાકરે અને ગઈઙ (એસપી) સમર્થિત ઉમેદવાર જયંત પાટીલને સૌથી વધુ ફાયદો થશે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ ઓક્ટોબરમાં યોજાવાની હોવા છતાં, આને લઈને રાજકીય હલચલ પહેલાથી જ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવારે મંગળવારે એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે તેમના ભત્રીજા અજિત પવારની સાથે પાર્ટીના કેટલાક ધારાસભ્યો તેમના જૂથના વરિષ્ઠ નેતા જયંત પાટીલને મળ્યા છે.

Tags :
electionnewselelctionindiaindia newsmaharshtramaharshtranewsMLAs shifted to hotel ahead
Advertisement
Next Article
Advertisement