For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મંત્રીઓ અને કર્મચારીઓએ પાંચ હજારથી વધુની ભેટ તોશાખાનામાં જમા કરવી પડશે

03:57 PM Aug 21, 2024 IST | admin
મંત્રીઓ અને કર્મચારીઓએ પાંચ હજારથી વધુની ભેટ તોશાખાનામાં જમા કરવી પડશે

ગમી જાય તો સરકારમાં રકમ ચૂકવી રાખી શકશે

Advertisement

મંત્રી કે સરકારી કર્મીઓને ફરજ દરમિયાન મળતી ભેટ સોગાદ મામલે 10 વર્ષ બાદ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મંત્રી કે સરકારી કર્મીઓ ફરજ દરમિયાન મળતી પાંચ હજાર સુધીની ભેટ-સોગાદ રાખી શકાશે અને વિદેશી ભેટ સોગાદ 10 હજાર સુધીની રાખી શકાશે. આનાથી વધુ કિંમતની ભેટ સોગાદો હશે તો સરકારને રકમ ચૂકવ્યા બાદ રાખી શકાશે.

2014ના નિયમમાં આવી ભેટ-સોગાદ જો એક હજાર રૂૂપિયા સુધીની હોય તો પોતાની પાસે રાખી શકાતી હતી હવે પરિપત્રમાં જણાવ્યું છે કે, તોશાખાનાની વસ્તુઓ, ભેટ/વેચાણ આપવા અથવા બીજા કોઇ હેતુ માટે જરૂૂરી ન હોય અથવા સંગ્રહાલય કે બીજા સ્થળોએ ઉપયોગ માટે લોન પર આપવા અથવા મુળ વસ્તુ જમા કરાવનાર વ્યકિત ઉપર્યુકત શરતોએ વસ્તુઓ લેવા માંગતા ન હોય તો તે વસ્તુઓ કાયમી વ્યવસ્થાના ભાગરૂૂપે વર્ષમાં રાષ્ટ્રીય પર્વ અથવા મહત્વના રાષ્ટ્રીય દિવસો અથવા અન્ય દિવસોના નજીકના સમયગાળામાં ઇ-હરાજી/વેચાણથી નિકાલ કરવામાં આવશે.

Advertisement

તોશાખાનાની ચીજ-વસ્તુઓની ઇ-હરાજી/વેચાણ બાદ ઈ-પેમેન્ટથી મળેલ રકમ જમા થયાની ખાતરી કર્યા બાદ ખરીદનારને વસ્તુઓ સોંપવી. આ રીતે મળેલ રકમ ઈ-પેમેન્ટ દ્વારા મુખ્યમંત્રી ક્ધયા કેળવણી નિધિમાં, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લી. (ગરવી) દ્વારા ત્રિ-માસિક ધોરણે જમા કરાવવાની રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement