નાગપુરમાં 100 એકરમાં બનશે મિનિ બોલીવુડ
12:56 PM Sep 10, 2024 IST
|
Bhumika
Advertisement
મરાઠી કલાકારોને આગવી ઓળખ માટે પ્રયાસ
Advertisement
મહારાષ્ટ્રની મુંબઈ બાદની બીજી રાજધાની તરીકે ઓળખાતા નાગપુરમાં મરાઠી ફિલ્મો અને કલાકારોને પ્રોત્સાહન આપવા માટે સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા મિની બોલીવુડ ઊભું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રધાન સુધીર મુનગંટીવારે આ વિશે કહ્યું હતું કે મહારાષ્ટ્રની ફિલ્મો, રંગભૂમિ અને સંસ્કૃતિને પ્રોત્સાહન મળે અને મરાઠી કલાકારોને પણ બોલીવુડના ઍક્ટરો જેવી જ ઓળખ મળે એ માટે રાજ્યના સાંસ્કૃતિક વિભાગે નાગપુરમાં 100 હેક્ટર જમીનમાં ભવ્ય મિની બોલીવુડ એટલે કે ચિત્રનગરી ઊભી કરવાનો નિર્ણય લીધો છે.બે દિવસ પહેલાં બેઠક મળી હતી જેમાં નાગપુરમાં મિની બોલીવુડ બનાવવાની સાથે મરાઠી ફિલ્મ અને રંગભૂમિ માટે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
Next Article
Advertisement