બાજરો હૃદયરોગથી લઈને પાચનની દરેક બીમારીમાં ફાયદાકારક છે
બાજરી, રાગી, જુવાર જેવા અનાજના સમૂહને મિલેટ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી, તે સમગ્ર દેશમાં પરંપરાગત અનાજના પૌષ્ટિક વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે.ભારતમાં મુખ્યત્વે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં 85 લાખ હેક્ટરમાં બાજરી ઉગાડવામાં આવે છે. શિયાળામાં, બાજરી પોષક અનાજ તરીકે ખાવામાં આવે છે. બાજરીનો ઉપયોગ પશુધન માટે લીલા ચારા તરીકે પણ થાય છે. દેખીતી રીતે, દેશમાં લગભગ 95% જમીન સિંચાઈની છે, તેથી બાજરી કોઈપણ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે.બાજરી ગ્લુટેન ફ્રી છે. બાજરી ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે.જે તમારા આહારમાં પોષણ ઉમેરે છે. આટલું જ નહીં, તેમાં ઘઉં કરતાં ઓછું ૠઈં છે, જે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં અને પ્રકાર 2 ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં પણ મદદરૂૂપ થાય છે.ઘઉંથી વિપરીત, બાજરી ગ્લુટેન-ફ્રી છે, તેથી સેલિયાક રોગ ધરાવતા લોકો માટે વધુ સારો વિકલ્પ છે.રોટલી વિના ઘણા લોકોનું ભોજન અધૂરું રહી જાય છે. ઘઉંના લોટનો ઉપયોગ લગભગ દરેક ભારતીય ઘરમાં રોટલી બનાવવા માટે થાય છે. જો કે, તાજેતરના સમયમાં બાજરીની વધતી જતી લોકપ્રિયતાને કારણે, કેટલાક લોકોએ તેમના આહારમાં બાજરીની રોટલીનો સમાવેશ કરવાનું શરૂૂ કર્યું છેબાજરીમાં (ખશહહયતિં) બીટા કેરોટીન, નાયસીન, વિટામિન બી-6, ફોલિક એસિડ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક, ખનીજ દ્વવ્યો અને વિટામિનથી ભરપૂર હોય છે તેથી સુપરફૂડ કહેવાય છે. બાજરામાં એન્ટી ઓક્સીડેન્ટ, સેલેનીયમ, વિટામીન સી, વિટામીન ઈ મળી આવે છે જે ચામડીને સ્વાસ્થ્યપ્રદ બનાવવામાં મદદ કરે છે. એન્ટીઓક્સીડેંટ ચામડીને ફ્રી રેડિકલ્સથું બચાવે છે. ફ્રી રેડીકલ ચામડીને ખરાબ કરી શકે છે. વિટામીન સી ચામડીને સૂર્યના હાનીકારક કિરણોથી બચાવી રાખવામાં મદદ કરે છે.
-બાજરો અગ્નિદીપક છે.
જે લોકોને હોજરીનો અગ્નિ મંદ પડી ગયો છે એવા લોકો માટે બાજરો સહાયક છે. જે લોકોની પાચન શક્તિ નબળી પડી ગઈ છે એવા લોકો માટે બાજરો લાભદાયક છે. બાજરાથી ભૂખ પણ સારી લાગે છે અને પાચન પણ બરાબર થાય છે.
- વજન ઘટાડવામાં ઉપયોગી
બાજરીમાં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે. જો તમે વજન ઘટાડવા દરમિયાન ઘઉંની જગ્યાએ બાજરીના રોટલાનું સેવન કરો છો, તો તેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ રીતે તમે વધુ પડતું ખાવાથી બચી શકો છો. તેનાથી તમારું વધેલું વજન નિયંત્રણમાં રહે છે.
- કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રાખે છે
બાજરામાં રહેલા પોષક તત્વો શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધતી અટકાવે છે. આ કારણે બાજરો ખાવાથી હૃદય રોગની શક્યતા ઘટી જાય છે. અને બ્લડ પ્રેશર ને નિયંત્રણ માં રાખે છે. તેમા ભરપૂર પ્રમાણમાં ડાયટ્રી ફાઈબર હોય છે. જે પાચનમાં લાભકારી હોય છે. જેનાથી કોલેસ્ટ્રોલનુ સ્તર ઓછુ થઈ જાય છે અને દિલની બીમારીનુ સંકટ રહેતુ નથી.
- કફનાશક બાજરી
બાજરી ગ્લુટન ફ્રી હોવાથી ઘણા લોકો તેને પસંદ કરવા લાગ્યા છે. કોરી બાજરી ખાવાથી શરીરમાં ડ્રાયનેસ વધે છે. તેથી દેશી ઘી અને માખણ સાથે તેનું સેવન કરવું જોઈએ. બાજરીની તાસીર ગરમ હોવાથી તે કફ દૂર કરે છે.
-ગ્લૂટન ફ્રી છે
જે લોકોને ગ્લૂટનથી એલર્જી છે તેમના માટે બાજરી વધુ ફાયદાકારક છે. બાજરીમાં એમિનો એસિડ્સ હોય છે જો કે સરળતાથી એબ્ઝોર્વ થઇ જાય છે. જે લોકોનું ડાયજેશન બગડેલું હોય છે અથવા ફરી વસ્તુઓને જલદી એબ્જોર્વ કરી શકતા નથી, બાજરી તેમના માટે પણ ફાયદાકારક છે. એવા લોકો બાજરીની ખિચડી ના સેવનથી તમે હેલ્ધી અનુભવશો. પેટ ખરાબ થતાં બાજરીની ખિચડી ખાઇ શકો છો.
- આર્યન અને કેલ્શિયમથી ભરપુર
બાજરા ની ખીચડી કે રોટલો ખાવાથી શરીર માં આર્યન અને કેલ્શિયમ ની ઉણપ દૂર થાય છે. ગર્ભવતી સ્ત્રીઓ માટે પણ બાજરો ખાવો ખુબજ ફાયદાકારક છે. તે સ્તનપાન સમયે પણ દૂધ ની માત્રા વધારવામાં મદદ કરે છે.
- હૃદયને તંદુરસ્ત રાખે
બાજરી પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોનો ભંડાર છે. તેનું સેવન કરવાથી તમારા હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. તમને બીપી, કોલેસ્ટ્રોલ અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓથી બચાવે છે.
- ડાયાબિટીસને નિયંત્રિત કરે
માર્કેટ ગ્લુટેન ફ્રી ડાયટનું સેવન કરવાથી તમારા શરીરમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત બાજરીમાં રહેલા અન્ય પોષક તત્વો ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આહારમાં ઘઉંની જગ્યાએ બાજરીના રોટલાનો સમાવેશ કરવો ફાયદાકારક છે.