દુધ, દહીં, ચીઝ સસ્તા નહીં થાય: જીએસટીનો 12%નો સ્લેબ નાબૂદ કરવા પ્રસ્તાવ નથી
કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટ કરી દીધું છે કે 12% GST સ્લેબ હજુ સમાપ્ત થવાનો નથી. દૂધ, દહીં, ચીઝ જેવી વસ્તુઓ તેના હેઠળ જ આવે છે. થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે GST કાઉન્સિલ દ્વારા નક્કી કરાયેલ GoM 12% ટેક્સ સ્લેબને સમાપ્ત કરી શકે છે. GoM દ્વારા સર્વસંમતિ સધાઈ છે. પરંતુ સરકારે સંસદમાં માહિતી આપી છે કે હજુ સુધી આવો કોઈ પ્રસ્તાવ નથી. ઉપરાંત, GoM તરફથી નાણા મંત્રાલયને આવો કોઈ અહેવાલ મળ્યો નથી. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (ૠજઝ) ના દરોમાં તાત્કાલિક ઘટાડો કરવાનો કોઈ પ્રસ્તાવ નથી.
જેના પછી સામાન્ય માણસને કોઈપણ પ્રકારની ટૂંકા ગાળાની રાહત મળવાની શક્યતા સમાપ્ત થઈ ગઈ છે. આ સ્પષ્ટતા નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સોમવાર, 21 જુલાઈના રોજ લોકસભામાં એક સત્ર દરમિયાન આપી હતી.મંત્રીઓનું જૂથ હજુ પણ GST દરોને તર્કસંગત બનાવવા પર કામ કરી રહ્યું છે. અલ્હાબાદ મતવિસ્તારના સાંસદ ઉજ્જવલ રમણસિંહ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ચૌધરીએ જણાવ્યું હતું કે GST દરોમાં કોઈપણ ફેરફાર GST કાઉન્સિલની ભલામણોના આધારે નક્કી કરવામાં આવે છે.GST દરો જીએસટી કાઉન્સિલની ભલામણો પર નક્કી કરવામાં આવે છે, જે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રના પ્રતિનિધિઓની બનેલી બંધારણીય સંસ્થા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે 17 સપ્ટેમ્બર, 2021 ના રોજ યોજાયેલી કાઉન્સિલની 45મી બેઠક દરમિયાન, જીએસટી દરોના તર્કસંગતકરણ પર વિચાર કરવા માટે મંત્રીઓના જૂથ (GoM ની રચના કરવામાં આવી હતી. જોકે, GoMએ હજુ સુધી તેનો અહેવાલ રજૂ કર્યો નથી. રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી હોવાથી, સરકારે કહ્યું કે જીએસટી દર કેટલા ઘટાડી શકાય છે અથવા આ ઘટાડો ક્યારે અમલમાં આવશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.