For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દવાઓ મોંઘી થશે, 11 જેટલા ફોર્મ્યુલેશનની કિંમતમાં વધારો

11:01 AM Oct 15, 2024 IST | admin
દવાઓ મોંઘી થશે  11 જેટલા ફોર્મ્યુલેશનની કિંમતમાં વધારો

મહત્તમ 50 ટકા ભાવવધારો કરવાની છૂટ

Advertisement

કેન્દ્ર સરકારે અમુક દવાઓના ભાવમાં 50% વધારાને મંજૂરી આપી છે, કારણ કે આ આ દવાઓના ઉત્પાદકોનું કહેવું છે કે વર્તમાન ભાવે આ દવાઓનું ઉત્પાદન કરવું શક્ય નથી. જેના કારણે તેઓને નુકસાન થઈ રહ્યું છે. સપ્ટેમ્બરના મોંઘવારી આંકડા બાદ સોમવારે સામાન્ય લોકોને મોટો ઝટકો આપનાર આ બીજા સમાચાર છે.નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી એટલે કે ગઙઙઅ એ આઠ દવાઓની મહત્તમ કિંમતોમાં વધારો કર્યો છે.

ઓથોરિટીને નવા ભાવો નક્કી કરવા અંગે ઘણા ઉત્પાદકો પાસેથી અરજીઓ મળી હતી. આમાં, સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકોની કિંમતમાં વધારો અને ઉત્પાદન ખર્ચમાં વધારો જેવા કારણો ગણવવામાં આવ્યા હતા.
આટલું જ નહીં ગઙઙઅ એ એવો દાવો કર્યો છે કે જે 8 દવાઓના ભાવમાં સુધારો કરવામાં આવ્યો છે તેમાંથી મોટાભાગની દવાઓની કિંમત ઓછી છે. આ દવાઓ અસ્થમા, ગ્લુકોમા, થેલેસેમિયા, ટીબી, માનસિક સ્વાસ્થ્યની સારવારમાં ઉપયોગી છે.

Advertisement

હવે આ 8 દવાઓની 11 ફોર્મ્યુલેશનની મહત્તમ કિંમતોમાં તેમની વર્તમાન કિંમતોની તુલનામાં 50 ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે.જે દવાઓના ભાવ વધારાને મંજૂરી આપવામાં આવી છે તેમાં બેન્ઝિલપેનિસિલિન ઇન્જેક્શન, એટ્રોપિન ઇન્જેક્શન 0.6 મિલિગ્રામ, સ્ટ્રેપ્ટોમાસીન ઇન્જેક્શન પાવડર, સાલ્બુટામોલ ટેબ્લેટ, રેસ્પિરેટર સોલ્યુશન, પિલોકાર્પિન ડ્રોપ, સેફાડ્રોક્સિલ ટેબ્લેટ, ડેફેરોક્સામાઇન ઇન્જેક્શન અને લિથિયમ ટેબ્લેટનો સમાવેશ થાય છે.

તેની સામે ડાયાબિટીસ, એન્ટિબાયોટિક, વિટામિન ડી, કેલ્શિયમ, હાર્ટ અને ઈમરજન્સી કેસમાં વપરાતી 8 દવાઓના ભાવમાં સરકારે સુધારો કર્યો છે. આ દવાઓની કિંમતમાં લગભગ 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મતલબ કે પહેલાની સરખામણીમાં આ દવાઓ હવે અડધી કિંમતે ઉપલબ્ધ થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement