ડિમ્પલ યાદવ પર અભદ્ર ટિપ્પણી કરનાર મૌલાના સાજિદ રશીદીની ધોલાઇ
સાંસદ ડિમ્પલ યાદવ પર અભદ્ર ટિપ્પણી કરનાર મૌલાના સાજિદ રશીદીને નોઈડા સેક્ટર-126 સ્થિત એક ટીવી ચેનલ પર કાર્યક્રમ દરમિયાન સપા નેતાઓએ માર માર્યો હતો. આ હુમલાનો વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો.
બીજી તરફ, સપા નેતાઓએ પોતે આ વિડિયો શેર કર્યો છે. 16 સેક્ધડના વાયરલ વિડિયોમાં મૌલાના સાજિદ રશીદી એક ટીવી ચેનલના કાર્યક્રમમાં ઉભા જોવા મળે છે. એન્કર ઉપરાંત, તેમની આસપાસ કેટલાક લોકો પણ છે.
આ દરમિયાન સપા નેતાએ મૌલાનાને માર મારવાનું શરૂૂ કર્યું. તેમણે મૌલાનાને અનેક વખત થપ્પડ મારી. તેમને માર મારનારા લોકો સપા છાત્ર સભા ગૌતમ બુદ્ધ નગર જિલ્લા પ્રમુખ મોહિત નાગર, સપા નેતા શ્યામ સિંહ અને પ્રશાંત ભાટી હોવાનું કહેવાય છે. બીજી તરફ, મૌલાના સાજિદ રશીદે આ મામલે સેક્ટર 126 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
બીજી તરફ, મોહિત નાગરે વિડિયો પ્રસારિત કરતી વખતે કહ્યું કે તે તેની ટીમ સાથે એક ટીવી ચેનલના ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેવા ગયો હતો. ત્યાં મૌલાના સતત અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા હતા. આનાથી તે અને તેના સાથીઓ ગુસ્સે થયા.
તેમણે આરોપ લગાવ્યો છે કે મૌલાનાએ ધાર્મિક ભેદભાવ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જો મૌલાના માફી નહીં માંગે તો તેમણે કેસ દાખલ કરવાની ચેતવણી પણ આપી છે.