વારાણસીથી બિહારના ગયા સુધી 100 કિ.મી.થી વધુ વિસ્તારમાં મહા ટ્રાફિકજામ
પ્રયાગરાજના મહાકુંભમાં કરોડો ભક્તો સ્નાન કરવા આવી રહ્યા છે. લોકો ટ્રેન, બસ અને પોતાના વાહનો દ્વારા પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં, ટ્રાફિક વ્યવસ્થાની સુચારૂૂ કામગીરી સુનિશ્ચિત કરવા માટે, બિહારથી યુપીમાં આવતા ટ્રક અને ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેના કારણે ઝારખંડ, બિહાર અને અન્ય પૂર્વી રાજ્યોમાંથી મહાકુંભના ભક્તોને લઈ જતી હજારો ટ્રકો અને ભારે વાહનો NH-19 (GT રોડ) પર લાંબા જામમાં અટવાઈ ગયા છે.
બિહારના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે UP સત્તાવાળાઓએ પૂરતો સમય આપ્યા વિના અચાનક ટ્રક અને માલસામાનના વાહનોના પ્રવેશને રોકવાની જાહેરાત કરી. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
UP ના ચંદૌલી જિલ્લાની સરહદે આવેલ કૈમુર જિલ્લો, જ્યાં જીટી રોડ યુપીની સરહદમાં પ્રવેશે છે, તે સૌથી વધુ પ્રભાવિત છે. અચાનક થંભી જવાને કારણે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ અને બિહારથી આવતી ટ્રકો અને મહાકુંભના ભક્તોના વાહનો આગળ વધવાની હોડમાં ફસાઈ ગયા અને થોડા જ કલાકોમાં કર્મનાશા બોર્ડરથી ઔરંગાબાદ સુધી ગઇં 19 પર 115 કિલોમીટર લાંબો જામ થઈ ગયો.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સમય સાથે જામ વધુ ભારે બન્યો હતો. જે યુપીના વારાણસી અને બિહારના ગયા (250 કિમીનું અંતર) સુધી ફેલાયું હતું, જ્યારે મંગળવારે સવારે બિહારથી આવતા પેસેન્જર વાહનોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. યુપીના કર્મનાશામાં ફસાયેલા પશ્ચિમ બંગાળના પ્રવાસી બસ ડ્રાઈવર વિશ્વજીત પાંડાએ જણાવ્યું કે તેઓ સોમવારે 45 પ્રવાસીઓ સાથે હલ્દિયાથી રવાના થયા હતા, જેઓ બુધવારે મહાકુંભમાં અમાવસ્યાનું પવિત્ર સ્નાન કરવાના હતા. પરંતુ મંગળવારે તેઓ ઔરંગાબાદમાં ટ્રાફિક જામમાં ફસાઈ ગયા. મોડી રાત્રે તે કોઈક રીતે બિહારની સરહદ પાર કરીને યુપીમાં પ્રવેશ્યા હતા. પરંતુ ઞઙના અધિકારીઓએ ત્યાં બસ રોકી અને તેઓ રાહ જોઈને ઉભા રાખ્યા હતા.
અધિકારીઓએ કહ્યું કે જો UP ના અધિકારીઓએ બિહાર પોલીસ સાથે અગાઉ તાલમેલ દાખવ્યો હોત તો પરિસ્થિતિનો સામનો કરી શકાયો હોત. અમે જામને દૂર કરવા અને લોકોને શક્ય તમામ રાહત આપવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. UP સત્તાવાળાઓએ મંગળવારે સાંજે પેસેન્જર વાહનોને પસાર થવાની મંજૂરી આપ્યા બાદ પરિસ્થિતિ સુધરી રહી હતી. બુધવારે સવારથી જ તમામ વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દેતાં સ્થિતિ ફરી વણસી હતી. એડિશનલ જઙ વિનય કુમાર સિંહે જણાવ્યું કે મંગળવારે રાત્રે મહાકુંભમાં થયેલી નાસભાગ બાદ તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ટ્રાફીકજામ ચંદૌલી, મિર્ઝાપુર અને સંત કબીર નગર જિલ્લામાંથી પસાર થઈને પ્રયાગરાજ પહોંચ્યો હતો. વારાણસી પોલીસની પરવાનગી લીધા બાદ જ તેઓ વાહનોને આગળ વધવા દેશે.