For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેરળના વાયનાડમાં પ્રચંડ ભૂસ્ખલન: 63નાં મોત, અનેક લાપતા

04:50 PM Jul 30, 2024 IST | Bhumika
કેરળના વાયનાડમાં પ્રચંડ ભૂસ્ખલન  63નાં મોત  અનેક લાપતા
Advertisement

બચાવ-રાહત માટે એરફોર્સ- નેવીની ટુકડીઓ ઉતારાઇ, 100થી વધુ લોકોનો બચાવ, આખા ચાર ગામ ઘોવાઇ ગયા

કેરળના વાયનાડમાં પ્રચંડ ભુસ્ખલનનો મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 63 લોકોના મોત નિપજયા છે. હજુ પણ અનેક લોકો મલબા નીચે દટાયેલા હોવાની આશંકા છે. મૃત્યુઆંક વધવાની સંભાવના છે. આ દૂર્ઘટનામાં આખા ચાર ગામ ધોવાઇ ગયા છે અને 400 જેટલા લોકો લાપતા હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.
વાયનાડમાં ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે. જ્યારે 10 મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરીમાં ઇન્ડિયન નેવીના જવાનો પણ જોડાયા હતા. અત્યાર સુધીમાં 100 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. વાયનાડમાં ભૂસ્ખલન બાદ બચાવ કામગીરી માટે નૌકાદળની એક ટીમ એઝિમાલાથી રવાના થઇ હતી. મુખ્યમંત્રીની સૂચના મુજબ નેવીની મદદ માંગવામાં આવી છે.

Advertisement

વાયનાડમાં છેલ્લા 24 કલાકમાં 372 મીમી વરસાદ નોંધાયો છે. સૈન્યના જવાનોની એક ટીમ ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડથી કન્નુરથી શોધ અને બચાવ કામગીરી માટે રવાના થઈ ગઈ છે. એનડીઆરએફની સાથે સેનાને પણ બચાવ કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે.

કેરળના મહેસૂલ મંત્રી કે. રાજનના કાર્યાલયે કહ્યું હતું કે એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો ઘટનાસ્થળે છે. અત્યાર સુધીમાં લગભગ 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
બાથરી સેન્ટ મેરી એસકેએમજે સ્કૂલ, કાલપેટ્ટામાં રાહત શિબિર બનાવવામાં આવી છે. મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ હાજર છે. ભોજન અને કપડાંની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

250 લોકોને બચાવીને કામચલાઉ આશ્રય શિબિરોમાં મોકલવામાં આવ્યા છે. અમે ફસાયેલા લોકોને હવાઈ માર્ગે બહાર કાઢી રહ્યા છીએ. બચાવ કાર્ય માટે સરકાર દ્વારા તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વ્યાપક પ્રમાણમાં નુકશાન પણ થયું છે. રસ્તાઓ તુટી ગયા છે એક પુલ પણ તુટી ગયો છે.

કેરળના મુખ્યમંત્રી કાર્યાલય(સીએમઓ) એ જણાવ્યું છે કે હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે અને બ કામગીરીમાં એરફોર્સને તૈનાત કરવામાં આવી છે. સીએમઓએ કહ્યું, વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું આરોગ્ય વિભાગ- રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા કંટ્રોલ રૂૂમ ખોલવામાં આવ્યો છે અને કટોકટીની સહાય માટે હેલ્પલાદ નંબર 96569 38689 અને 80860 10833 જારી કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગે પણ કેરળમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આઇએમડીએ કહ્યું છે કે મોટાભાગના સ્થળોએ હળવાથી "મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કેરળમાં આગામી ત્રણ કલાકમાં છૂટાછવાયા વાવાઝોડા, વરસાદ, વીજળી અને ભારે પવનની શક્યતા છે. વાયનાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેણે વળતરની પણ જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું, વાયનાડના ભાગોમાં ભૂસ્ખલનથી દુ:ખી છું. મારા વિચારો તે તમામ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે અને જેઓ ઘાયલ થયા છે તેમના માટે પ્રાર્થના કરું છું. હાલમાં તમામ અસરગ્રસ્ત લોકોને મદદ માટે બચાવ કામગીરી ચાલી રહી છે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને ઙખગછઋ તરફથી એક્સ-ગ્રેશિયા તરીકે 2 લાખ રૂૂપિયા આપવામાં આવશે. ઘાયલોને વળતર તરીકે 50,000 રૂૂપિયા મળશે.

હિમાચલમાં ભૂસ્ખલનથી એકનું મોત, બે ઘવાયા
ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં કાલકા-શિમલા નેશનલ હાઈવે પર પહાડ પરથી પથ્થરો પડતાં વાહનમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિનું મોત થયું હતું અને બે લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત કાલકા-શિમલા નેશનલ હાઈવે પર રવિવાર અને સોમવારની વચ્ચે રાત્રે લગભગ 2.30 વાગ્યે થયો હતો. વાહન સવારો ચંદીગઢથી શિમલા તરફ જઈ રહ્યા હતા. ભારે વરસાદને કારણે દાત્યાર નેચર પાર્ક પાસે અચાનક ભૂસ્ખલન શરૂૂ થયું અને વાહનચાલકો તેમાં ફસાઈ ગયા. જેમાં પંજાબના કપૂરથલાના રહેવાસી 40 વર્ષના દેવરાજનું મોત થયું હતું. બે લોકો ઘાયલ થયા હતા અને તેમને ઇએસઆઈ હોસ્પિટલમાં પરવાનુમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિ નાજુક હોવાથી તેમને પીજીઆઈ, ચંદીગઢ મોકલવામાં આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement