For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જયપુરમાં CNG-LPG ટ્રક ટકરાતાં ભીષણ આગ: 7નાં મોત, 40 ઘાયલ

11:33 AM Dec 20, 2024 IST | Bhumika
જયપુરમાં cng lpg  ટ્રક ટકરાતાં ભીષણ આગ  7નાં મોત  40 ઘાયલ

બિન સત્તાવાર મરણાંક 15: 40થી વધુ વાહનો પણ ખાખ: 500 મીટર સુધી આગ ફેલાતાં અજમેર હાઇવે બંધ

Advertisement

જયપુર-અજમેર હાઈવે પર આજે વહેલી સવારે એલપીજી અને સીએનજી ટ્રક સામસામે અથડાતા વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 6 માણસો જીવતા સળગી ગયા હતા. બીન સતાવાર અહેવાલો મુજબ 15 થી વધુ માણસોના મોત નિપજયા હતા. જયારે 40થી વધુ લોકોને ગંભીર હાલતમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં 40 થી વધુ વાહનો આગની ચપેટમાં આવતા રાખ થઇ ગયા હતા. ટેન્કરમાં બ્લાસ્ટ થયા બાદ આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી. એક બસ પણ તેની સાથે અથડાઈ હતી, જેના પછી ભાગદોડ મચી ગઈ હતી. કેમિકલ અને ગેસના કારણે આગ ઓલવવામાં ટીમને ભારે મુશ્કેલી પડી રહી છે. બચાવ સભ્યો માસ્ક પહેરીને ઓપરેશનમાં રોકાયેલા છે. અને અજમેર હાઇવે બંધ કરાયો છે.

ટેન્કરમાં બ્લાસ્ટ થયા બાદ કેમિકલ લગભગ 500 મીટર સુધી રોડ પર ફેલાઈ ગયું હતું. જેના કારણે 40 થી વધારે વાહનોમાં આગ લાગી હતી. કેમિકલના કારણે એક ફેક્ટરી પણ બળી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે શુક્રવારે સવારે કેમિકલ ભરેલી એક ટ્રક બીજી ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે આગ લાગી હતી. તેમણે જણાવ્યું કે આ ઘટના પેટ્રોલ પંપની સામે બની હતી.

Advertisement

અકસ્માત બાદ તરત જ સીએમ ભજનલાલ શર્મા એસએમએસ હોસ્પિટલમાં ગયા અને ડોક્ટરોને તાત્કાલિક જરૂૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવા અને ઘાયલોની યોગ્ય કાળજી લેવા સૂચના આપી. સીએમએ કહ્યું કે વહીવટીતંત્ર દ્વારા બચાવ કાર્ય ચાલુ છે. સ્થાનિક વહીવટીતંત્ર અને ઈમરજન્સી સેવાઓ સંપૂર્ણ સતર્કતા સાથે કામ કરી રહી છે.
જયપુર જિલ્લા મેજિસ્ટ્રેટ જિતેન્દ્ર સોનીએ જણાવ્યું હતું કે લગભગ 40 વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં લગભગ 30 થી વધુ લોકો લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement