પાસપોર્ટમાં નામ સામેલ કરવા મેરેજ સર્ટિની જરૂર નથી, નિયમમાં ફેરફાર
વિદેશ મંત્રાલયે તત્કાલ અસરથી અમલ શરૂ કરાવ્યો
કપલે વિદેશ યાત્રા કરવા માટે પાસપોર્ટમાં નામ સામેલ કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. લોકોએ મેરેજ સર્ટિફિકેટ આપવું પડતું હતું, પરંતુ આપણા સમાજમાં હજુ ઘણા લોકો એવા છે જે પરંપરાગત લગ્ન કરે છે અને ત્યારબાદ રજીસ્ટ્રેશન કરાવતા નથી. આ કપલે પાસપોર્ટમાં નામ સામેલ કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ સરકારે પાસપોર્ટમાં નામ સામેલ કરવા માટેના નિયમમાં ફેરફાર કર્યો છે.
હકીકતમાં વિદેશ મંત્રાલયે પાસપોર્ટના નિયમમાં ફેરફાર કર્યો છે. હવે નામ સામેલ કરવા માટે લગ્નનું સર્ટિફિકેટ દેખાડવું જરૂૂરી નથી. સરકારે આ નિયમ રદ્દ કર્યો છે. નવા નિયમ હેઠળ અરજીકર્તાએ માત્ર પોતાના સાથીનું નામ અને કેટલીક જાણકારી આપવી પડશે.અગાઉ, પાસપોર્ટમાં પતિ અથવા પત્નીનું નામ ઉમેરવા માટે, લગ્નનું પ્રમાણપત્ર અથવા અન્ય કોઈ સત્તાવાર દસ્તાવેજ દર્શાવવો પડતો હતો. સાથે વિદેશ યાત્રા દરમિયાન ઓળખ સાથે જોડાયેલી સમસ્યા પણ ઓછી થશે. મંત્રાલયનું કહેવું છે કે આ પગલું નાગરિકોની સુવિધા અને ડિજિટલ ઈન્ડિયાના લક્ષ્યને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યું છે.નવો નિયમ તત્કાલ પ્રભાવથી લાગૂ થઈ ગયો છે. પાસપોર્ટ સેવા કેન્દ્રો પર હવે આ સરળ પ્રક્રિયા હેઠળ અરજી સ્વીકાર કરવામાં આવી રહી છે. આ ફેરફાર પાસપોર્ટ નિયમોને વધુ સરળ બનાવવાની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
પ્રક્રિયા કેવી રીતે થશે?
અરજી કરતી વખતે, તમારે ફક્ત તમારા જીવનસાથીનું સંપૂર્ણ નામ, જન્મ તારીખ અને આધાર નંબર જેવી માહિતી પ્રદાન કરવી પડશે. આ પછી પાસપોર્ટ અધિકારીઓ દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. પ્રક્રિયાને ઝડપી અને મુશ્કેલીમુક્ત બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.