જીએસટી સ્લેબમાં બદલાવ બાદ બજારમાં તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉપર
જીએસટીના સ્લેબમાં ઘટાડો કર્યા બાદ આજે શેર બજારનો આખલો ભુરાયો થયો હતો. શેર બજાર શરૂ થતા જ 800 પોઇન્ટનો ઉછાળો સેન્સેકસમાં નોંધાયો હતો. જયારે નીફટી પણ 200 પોઇન્ટ ઉપર ખુલ્યો હતો.
ગઇકાલે જીએસટી કાઉન્સીલની બેઠકમાં સ્લેબમાં ભારે ઘટાડો કરી દેવાતા અનેક સેકટરના શેરોમાં તેજી જોવા મળી હતી. માર્કેટની શરૂઆતમાં ઓટો શેરોમાં અઢી ટકાનો વધારો જોવા મળ્યો હતો. જેમાં મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા ટીવીએસ આઇસરના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. મહીન્દ્રાનો શેર 7 ટકા વધ્યો હતો.
શરૂઆતના તબ્બકે શેર બજારમાં 800 પોઇન્ટનો વધારો થયા બાદ હાલ સવારે 10 વાગ્યે સેન્સેકસ 620 પોઇન્ટ વધીને 81170 પર ટ્રેડ થઇ રહ્યો છે. જયારે નીફટી 160 પોઇન્ટ વધીને 24872 પર જોવા મળી રહ્યો છે. બેંક નીફટી 240 પોઇન્ટ વધીને હાલ 54260 પર જોવા મળી રહ્યો છે.
હેલ્થ તેમજ ફાયનાન્સ સેકટરના શેરોમાં પણ થોડો વધારો જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતો માને છે કે જો નીફટી 25000ની સપાટી ઉપર જશે તો શેર બજારમાં ફુલ ગુલાબી ચિત્ર જોવા મળશે.