બજેટ બાદ બજારનું બાઉન્સ બેક, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઉછાળો
ગઈકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમને રજૂ કરેલા વચ્ચગાળાના બજેટ બાદ આજે સવારમાં જ શેરબજાર ખુલતાની સાથે જ તેજીનો માહોલ જોવા મળ્યો હતો. ગઈકાલે ટ્રેડ જેવું માર્કેટ બંધ રહ્યા બાદ આજે સવારે ખુલતા જ માર્કેટમાં અંદાજીત 900 પોઈન્ટ જેટલો વધારો નોંધાયો છે. આજે સેન્સેક અને નિફટી બન્નેમાં તેજી જોવા મળી હતી.
ગઈકાલે બજેટ બાદ 71645ની સપાટીએ બંધ થયેલ સેન્સેકસ આજે 332 પોઈન્ટ ઉછળીને 71977 પર ખુલ્યો હતો. બાદમાં સડસડાટ તેજી વચ્ચે સેન્સેકસે ફરી 72000ની સપાટી કુદાવી 898 પોઈન્ટના ઉછાળા સાથે 72543નો નવો હાઈ બનાવ્યો હતો. નિફટીમાં પણ તેજી જળવાઈ રહેતા ગઈકાલના 21697ના બંધ સામે આજે નિફટી 115 પોઈન્ટ ઉછળીને 21812 પર ખુલ્લી હતી અને તેજી આવી રહેતા નિફટી ગઈકાલના બંધથી 266 પોઈન્ટ ઉછળીને 21963ના હાય સુધી પહોંચી ગઈ હતી.આજે તેજીના કારણોમાં અદાણી પોર્ટનું જબરદસ્ત પરિણામે ભાગ ભજવ્યો હતો અને અદાણી પોર્ટના શેરમાં પાંચ ટકા જેવી તેજી જોવા મળી હતી. આ ઉપરાંત રિલાયન્સ, ઈન્ફોસીસ જેવા શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી.