ઘણી મહિલાઓ શ્ર્વાન સાથે સુવે છે, ભાજપ ધારાસભ્યનું શરમજનક નિવેદન
રેણુકા ચૌધરીનું શ્ર્વાન પ્રકરણ રાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું
મહિલાઓને લઈને ભાજપના ધારાસભ્ય પ્રમોદ કુમારનું શરમજનક નિવેદન સામે આવતા મામલો ગરમાયો છે. દિલ્હીમાં સાસંદ રેણુકા ચૌધરીના કૂતરાને લઈ જવા પર પટનામાં બુધવારે વિધાનસભા બહાર સવાલ કરાયો હતો. જેમાં તેમણે બિહારના મોતિહારીથી ભાજપના ધારાસભ્ય પ્રમોદ કુમારનું મહિલાઓ પર શરમજનક નિવેદન સામે આવ્યું છે.
દિલ્હીમાં સાંસદ રેણુકા ચૌધરીના કૂતરાને લઈને પહોંચવા પર તેમને બુધવારે પટનામાં વિધાનસભાની બહાર સવાલ કરવામાં આવ્યો ત્યારે ઘણી બધી મહિલાઓ છે, જે સંતોષ માટે કૂતરા સાથે સૂવે છે. મોબાઈલ પર પણ જોઈ લેજો. ત્યાં તમને આ બધું મળી જશે,એમ કહ્યું હતું.
આ નિવેદન બાદ આરજેડીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. આરજેડીના પ્રવક્તા પ્રિયંકા ભારતીએ વીડિયો શેર કરીને લખ્યું હકું કે શું મોદીજીને સંતોષ ત્યારે મળે છે જ્યારે તેમના પાળેલા નેતાઓ મહિલાઓને લઈને અભદ્ર ટિપ્પણી કરે છે. લોકો પણ સોશિયલ મીડિયા પર નિવેદનને લઈને કોમેન્ટ્સ કરે છે. ધારાસભ્ય સામે કાર્યવાહીની તેમણે માંગણી કરી છે. નેતાઓએ વિચારીને નિવેદનો આપવા જોઈએ.