For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

UPSCના ચેરમેન પદેથી મનોજ સોનીનું અચાનક રાજીનામું

11:25 AM Jul 20, 2024 IST | admin
upscના ચેરમેન પદેથી મનોજ સોનીનું અચાનક રાજીનામું

5 વર્ષનો કાર્યકાળ બાકી હોવા છતાં રાજીનામું આપી દેતા અનેક તર્કવિતર્ક

Advertisement

યુનિયન પબ્લિક સર્વિસ કમીશન (ઞઙજઈ) ના અધ્યક્ષ મનોજ સોનીએ કાર્યકાળ પૂરો થાય એ પહેલા જ રાજીનામું દેતાં અનેક તર્કવિતર્ક થવા લાગ્યા છે. તેમણે પદ છોડતાં કહ્યું હતું કે હું મારા અંગત કારણોસર આ પદ છોડી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે મનોજ સોનીનો કાર્યકાળ હજુ 5 વર્ષ બાકી હતો. 2017માં તેઓ યુપીએસસીના સભ્ય બન્યા હતા અને 16 મે 2023ના રોજ તેમને યુપીએસસીનું અધ્યક્ષ પદ સોંપાયું હતું.

સૂત્રો અનુસાર મનોજ સોનીએ લગભગ એક મહિના અગાઉ જ રાષ્ટ્રપતિને રાજીનામું સોંપી દીધું હતું. જોકે એ સ્પષ્ટ નથી કે તેમનું રાજીનામું સ્વીકારાશે કે નહીં. સૂત્રોએ પુષ્ટી કરી હતી કે તેમનો નિર્ણય યુપીએસી ઉમેદવારો નોકરી મેળવવા માટે ફેક પ્રમાણપત્રનો ઉપયોગ કરવા સંબંધિત તાજેતરના વિવાદ સાથે સંકળાયેલો નથી.

Advertisement

જૂન 2017માં યુપીએસસીમાં સામેલ થતા પહેલા મનોજ સોનીએ તેમના ગુજરાતમાં એમ.એસ. યુનિવર્સિટીમાં ત્રણ કાર્યકાળ માટે કુલપતિ તરીકે ફરજ બજાવી હતી. તેમને 2005માં તત્કાલીન મુખ્યમંત્રી મોદી દ્વારા વડોદરાની એમએસ યુનિવર્સિટીના કુલપતિ બનાવાયા હતા.અને વડાપ્રધાન મોદીના વિશ્ર્વાસુ હોવાથી જ તેમને એસસી અધ્યક્ષ જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે, તેમણે અચાનક રાજીનામુ આપી લેતા ભારે ચર્ચા જાગી છે.

મનોજ સોની આ અગાઉૈ કોલેજની ફી નિર્ધારણ કરતી કમિટિમાં અધ્યક્ષ પણ રહી ચૂકયા છે. સંઘ સાથે જોડાયેલ હોવાથી સરકારમાં તેમનો દબદબો રહે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement