For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેંગલોરના કિશોરે ભગવદ્ગીતાના 84,426 ચિત્રો દોરી રેકોર્ડ સર્જયો

01:27 PM Nov 22, 2024 IST | Bhumika
મેંગલોરના કિશોરે ભગવદ્ગીતાના 84 426 ચિત્રો દોરી રેકોર્ડ સર્જયો
Advertisement

મેન્ગલોરના 12 વર્ષના પ્રસન્ના કુમાર નામના કિશોરે ભગવદ્ગીતાના 700 શ્ર્લોકોને વિવિધ ચિત્રો દ્વારા કેન્વસ પર ઉતારીને ચિત્રસ્વરૂૂપ ભગવદ્ગીતા બનાવી છે. આ કામ થકી તેણે ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ નોંધાવ્યો છે. પ્રસન્ના કુમાર સ્વરૂૂપા અધ્યયન કેન્દ્રનો વિદ્યાર્થી છે. તે આ સેન્ટરમાંથી જ ભગવદ્ગીતાના શ્ર્લોકનો અર્થ સમજ્યો હતો અને એ પછી તેને એ અર્થને વિવિધ ચિત્ર અને ઇલસ્ટ્રેશનના સ્વરૂૂપમાં નિરૂૂપણ કરવાનો વિચાર આવ્યો.

તેણે એ વિચાર એક વર્ષ પહેલાં જ અમલમાં પણ મૂકી દીધો. ત્યારથી દિવસ-રાત એક કરીને તેણે 700 શ્ર્લોકના દરેક શબ્દને સમજાવતું ઇલસ્ટ્રેશન દોરવાનું શરૂૂ કર્યું. લગભગ અઢીથી ત્રણ મહિનામાં કુલ 84,426 ચિત્રો તેણે દોરી નાખ્યાં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement