For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહારાષ્ટ્રના જલગાંવમાં મોટી દુર્ઘટના: ગર્ભવતી મહિલાને લઈ જતી એમ્બ્યુલન્સમાં થયો ભયંકર બ્લાસ્ટ, જુઓ VIDEO

10:28 AM Nov 14, 2024 IST | Bhumika
મહારાષ્ટ્રના જલગાંવમાં મોટી દુર્ઘટના  ગર્ભવતી મહિલાને લઈ જતી એમ્બ્યુલન્સમાં થયો ભયંકર બ્લાસ્ટ  જુઓ video
Advertisement

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ગઈ કાલે રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટના ત્યારે જોવા મળી હતી જ્યારે એક ગર્ભવતી મહિલા દર્દીને એરંડોલ સરકારી હોસ્પિટલથી જલગાંવ જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવી રહી હતી. આગના કારણે એમ્બ્યુલન્સમાં રાખેલા સિલિન્ડરમાં એટલો જોરદાર વિસ્ફોટ થયો કે એમ્બ્યુલન્સના ફુરચા ઊડી ગયા હતા. જોકે સગર્ભા મહિલા અને તેના પરિવારજનોનો જીવ બચી ગયો હતો. આ વિસ્ફોટથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સદનસીબે આ દુર્ઘટનામાં સગર્ભા મહિલા અને તેના પરિવારનો આબાદ બચાવ થયો હતો. એમ્બ્યુલન્સ ગર્ભવતી મહિલા અને તેના પરિવારને એરંડોલ સરકારી હોસ્પિટલથી જલગાંવ હોસ્પિટલ લઈ જઈ રહી હતી

Advertisement

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના ઘરોની બારીઓ તૂટી ગઈ હતી. મળતી માહિતી મુજબ, દાદાવાડી વિસ્તાર પાસે નેશનલ હાઈવે પર આ અકસ્માત થયો હતો.

એમ્બ્યુલન્સના ડ્રાઈવરને જ્યારે ખબર પડી કે વાહનના એન્જિનમાંથી ધુમાડો નીકળી રહ્યો છે, ત્યારે તે વાહનમાંથી નીચે ઉતર્યો. તેમણે મુસાફરોને નીચે ઉતરવાનું પણ કહ્યું અને લોકોને વાહનથી દૂર ખસી જવા કહ્યું. આ પછી થોડી જ વારમાં આખા વાહનમાં આગ લાગી ગઈ. મળતી માહિતી મુજબ, આગ ઓક્સિજન ટાંકીમાં ફેલાઈ ગઈ અને વિસ્ફોટ થયો.

Advertisement
Tags :
Advertisement
Advertisement