ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ફરીદાબાદમાંથી મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ, ડોક્ટરનાં રૂમમાંથી 300 કિલો RDX, AK-47 મળી

10:31 AM Nov 10, 2025 IST | admin
Advertisement

ગુજરાત બાદ હરિયાણામાં આતંકી હુમલાના કાવતરાનો પર્દાફાશ, બે ડોક્ટરો ઝડપાયા, એક ફરાર

Advertisement

બે ઓટોમેટિક પિસ્તોલ અને કાતિલ રસાયણનો જથ્થો પણ મળી આવતાં ખળભળાટ, ગુજરાત સહિત 4 રાજ્યમાં તપાસ

ગુજરાત બાદ હરિયાણાના ફરિદાબાદમાંથી જમ્મુ-કાશ્મીર પોલીસે દિલ્હી-એનસીઆરમાં આતંકવાદી હુમલા કરવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. ફરિદાબાદમાં એક ડોકટરને ત્યાં દરોડો પાડી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી ઉપરાંત બે એકે-47 રાઈફલ બે પિસ્તોલ અને ગુજરાતની માફક જ અતિ કાતિલ રસાયણનો જથ્થો કબજે કર્યો છે. આ ઘટનામાં બે ડોકટરો અનંત નાગના આદિલ અહેમદ રાથર અને પુલવામાના મુઝમ્મિલ શકીલની ધરપકડ કરાઈ છે. જ્યારે ત્રીજો આતંકી નાસી છુટયો છે.

વિસ્ફોટકો, રસાયણ અને એકે-47 સાથે ઝડપાયેલ ફરિદાબાદના ડોકટરને ગુજરાતમાંથી ઝડપાયેલા ત્રણ ત્રાસવાદીઓ સાથે કોઈ કનેકશન છે કે કેમ ? તે જાણવા ગુજરાત ઉપરાંત હરિયાણા, યુપીના સરહાનપુર, લખનૌ અને જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગમાં એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, માહિતીના આધારે કરવામાં આવેલા આ સંયુક્ત ઓપરેશનમાં જમ્મુ અને કાશ્મીર પોલીસની એક ખાસ ટીમે સ્થાનિક પોલીસ સાથે મળીને દરોડો પાડ્યો હતો. પોલીસે રૂૂમમાંથી નીચે મુજબનો સામાન જપ્ત કર્યો છે. જેમાં આશરે 300 કિલો RDX, એક AK-47 રાઇફલ, 84 કારતુસ અને મોટી માત્રામાં શંકાસ્પદ રસાયણો મળી આવ્યા છે. સાથે પાંચ લીટર ભેદી કેમીકલ અને બે ઓટોમેટિક પિસ્તોલ પણ મળ્યા છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, આ કાર્યવાહી આતંકવાદી સંગઠન અંસાર ગઝવત-ઉલ-હિંદ (AGH)ની તપાસનો એક ભાગ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણ ડોક્ટરો આ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હતા. આમાંથી બે ડોક્ટરો, અનંતનાગનો રહેવાસી આદિલ અહેમદ રાથરની સહારનપુરથી અને પુલવામાનો રહેવાસી મુઝમ્મિલ શકીલની ફરીદાબાદમાંથી ધરપકડ કરવામાં આવી છે.જો કે, ત્રીજો ડોક્ટર હજુ પણ પોલીસની પકડમાંથી ફરાર છે.
પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે RDX અને હથિયારોનો આટલો મોટો જથ્થો ફરીદાબાદ કેવી રીતે પહોંચ્યો અને આતંકવાદીઓ સાથે ડોક્ટરોની ચોક્કસ ભૂમિકા શું હતી. પ્રાથમિક તપાસમાં આ નેટવર્ક ઘણાં રાજ્યોમાં ફેલાયેલું હોવાનું સૂચવવામાં આવ્યું છે, અને એજન્સીઓ કાશ્મીર ખીણ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સાથે તેના સંબંધો શોધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોક્ટરે લગભગ ત્રણ મહિના પહેલા આ રૂૂમ ભાડે લીધો હતો. તેમણે માલિકને જાણ કરી હતી કે ફક્ત તેમનો સામાન જ રૂૂમમાં રાખવામાં આવશે.

દરમિયાન, સહારનપુર અને શ્રીનગર પોલીસ, ATS સાથે મળીને, ડો. આદિલના શ્રીનગર સાથેના સંબંધોની તપાસ કરી રહી છે, જેમણે શ્રીનગરમાં જૈશ-એ-મોહમ્મદના સમર્થનમાં પોસ્ટરો લગાવ્યા હતા. ગુપ્તચર ટીમો સહારનપુરમાં કેમ્પિંગ કરી રહી છે. અનંતનાગથી મેડિસિનમાં MBBS અને MD કરનાર ડો. આદિલને ત્રણ દિવસ પહેલા શ્રીનગર પોલીસે કોતવાલી સદર બજાર પોલીસની મદદથી અંબાલા રોડ પરની એક ખાનગી હોસ્પિટલમાંથી ધરપકડ કરી હતી. ડો. આદિલ લાંબા સમયથી સહારનપુરમાં રહેતા હતા. હોસ્પિટલ મેનેજમેન્ટે ડો. આદિલને બરતરફ કરી દીધા છે. દરમિયાન, શ્રીનગર પોલીસે સર્ચ ઓપરેશન દરમિયાન અનંતનાગમાં આરોપીના ઘરેથી એક AK-47 રાઈફલ જપ્ત કરી. ડો. આદિલ મૂળ અનંતનાગનો છે.

આ પહેલા ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS ) એ અમદાવાદથી એક ડોક્ટર સહિત ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી. તેઓ ઝેરનો ઉપયોગ કરીને મોટા આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. અત્યાધુનિક હથિયારો સાથે, ત્રણ વિદેશી બનાવટની પિસ્તોલ, 30 કારતૂસ અને ચાર લિટર એરંડા તેલ જપ્ત કરવામાં આવ્યું છે. રિસિનનો ઉપયોગ રિસિન નામનું ઘાતક અને અત્યંત ઝેરી ઝેર તૈયાર કરવા માટે થાય છે. રિસિન એક ઘાતક જૈવિક ઝેર છે.ફરિદાબાદથી ઝડપાયેલા ડોકટરના આ ત્રાસવાદીઓ સાથે કનેકશન અંગે તપાસ શરૂ કરાઈ છે.

આદિલના મેડિકલ કોલેજના લોકરમાંથી એ.કે. 47 મળી હતી

પકડાયેલા ડોક્ટર આદિલ અહેમદ રાથરનું નામ અગાઉ પણ એક સનસનાટીભર્યા કેસમાં સામે આવ્યું હતું. થોડા સમય પહેલાં જ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ મેડિકલ કોલેજ (GMC) ખાતે તેમના અંગત લોકરમાંથી એક AK-47 રાઇફલ મળી આવી હતી. આદિલ રાથેર કોલેજમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે કાર્યરત હતા, પરંતુ તેમણે 24 ઓક્ટોબર, 2024ના રોજ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પ્રાથમિક તપાસ મુજબ, આદીલ અને તેના ડોક્ટર સાથીઓ આતંકવાદી સંગઠન અૠઇંના નેટવર્કને ફરીથી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. AGHની રચના 2017માં હિઝબુલ મુજાહિદ્દીનના પૂર્વ કમાન્ડર ઝાકિર મુસા દ્વારા કરવામાં આવી હતી. આ સંગઠનનો હેતુ કાશ્મીરમાં શરિયા કાયદા હેઠળ ઇસ્લામિક રાજ્ય સ્થાપિત કરવાનો અને ભારત સામે જેહાદ ચલાવવાનો છે.

Tags :
doctorFaridabadFaridabad newsHaryana newsindiaindia newsJammu Kashmir Policeterror
Advertisement
Next Article
Advertisement