મહારાષ્ટ્રના જલગાંવમાં મોટી રેલવે દુર્ઘટના, પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવાથી કુદેલા મુસાફરોને અન્ય ટ્રેને કચડ્યા, 8ના મોત
મહારાષ્ટ્રના જલગાંવના પરંડા રેલવે સ્ટેશન પાસે એક મોટી દુર્ઘટના ઘટી છે. પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવા ફેલાતા જીવ બચાવવા ટ્રેનમાંથી અનેક લોકો પોતાનો જીવ બચાવવા માટે કૂદી પડ્યા હતા. સામેથી આવી રહેલી બેંગલુરુ એક્સપ્રેસ નીચે અનેક લોકો કચડાયા છે. આ અકસ્માતમાં ઘણા 8 લોકોના મોતની આશંકા છે. આ ભયાનક અકસ્માતે જલગાંવમાં પણ ભયનો માહોલ સર્જ્યો છે.
https://x.com/ians_india/status/1882044970129051732
પ્રાથમિક વિગતો અનુસાર અચાનક બ્રેક મારવાથી પુષ્પક એક્સપ્રેસના પૈડામાંથી આગના તણખા નીકળ્યા હતા. ત્યારબાદ આગના ડરથી, મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે પાટા પર કૂદી પડ્યા. જોકે, મુસાફરોએ સામેથી આવી રહેલી બીજી ટ્રેન જોઈ નહીં. જેના કારણે આ દુર્ઘટના સર્જાય હતી. અકસ્માતની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ગભરાયેલા લોકો કોચમાંથી કૂદવા લાગ્યા. તેમની સંખ્યા 35 થી 40 હોવાનું કહેવાય છે. આ મુસાફરોએ જોયું ન હતું કે બીજી ટ્રેન પણ આવી રહી છે. જેના કારણે મુસાફરો બેંગલુરુ એક્સપ્રેસમાં ફસાઈ ગયા હતા. આમાં ઘણા લોકોના મોત થયા છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતમાં 8-10 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.