For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

છત્તીસગઢના બિલાસપુરમાં મોટી રેલ દુર્ઘટના!! પેસેન્જર ટ્રેન-માલગાડી વચ્ચે ભયાનક ટક્કર, 10નાં મોતની આશંકા

05:41 PM Nov 04, 2025 IST | admin
છત્તીસગઢના બિલાસપુરમાં મોટી રેલ દુર્ઘટના   પેસેન્જર ટ્રેન માલગાડી વચ્ચે ભયાનક ટક્કર  10નાં મોતની આશંકા

Advertisement

છત્તીસગઢના બિલાસપુરમાં આજે રેલ અકસ્માતની ઘટના બની હતી. બિલાસપુરમાં કોરબા પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ભયાનક ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયાના અહેવાલ છે. રેલવે અધિકારીઓ અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચયા છે. અને બચાવ કામગીરી શરુ કરી છે. જોક, અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ નથી.

ટ્રેન અકસ્માત થયો જેમાં MEMU પેસેન્જર ટ્રેનનો એક કોચ માલગાડી સાથે અથડાયો. બિલાસપુર સ્ટેશન નજીક આ અકસ્માત સાંજે 4 વાગ્યાની આસપાસ થયો. પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માતમાં 10 મુસાફરોના મોત થયા છે અને એક ડઝનથી વધુ ઘાયલ થયા છે.

Advertisement

દક્ષિણ પૂર્વ મધ્ય રેલ્વે (SECR) અનુસાર અકસ્માત બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. દક્ષિણ પૂર્વ મધ્ય રેલ્વેના જનરલ મેનેજર તરુણ પ્રકાશ ડિવિઝનલ રેલ્વે મેનેજર સાથે ઘટનાસ્થળે પહોંચ્યા છે.

રેલ્વેએ જણાવ્યું હતું કે અકસ્માતના કારણની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે, અને ટેકનિકલ નિષ્ણાતો ઘટનાસ્થળે છે. સ્ટેશનની આસપાસ રેલ ટ્રાફિકને થોડા સમય માટે અસર થઈ હતી, પરંતુ સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. રેલ્વેએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. રેલ્વે સેફ્ટી કમિશનર બિલાસપુર ટ્રેન અકસ્માતની તપાસ કરશે.

ટક્કરથી ઓવરહેડ વાયર અને સિગ્નલ સિસ્ટમને ભારે નુકસાન થયું છે, જેના કારણે રૂટ પર કામગીરી ખોરવાઈ ગઈ છે. ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. હાલમાં, રેલ્વે વહીવટીતંત્રે મુસાફરોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને ફક્ત સત્તાવાર માહિતી પર આધાર રાખવાની અપીલ કરી છે.

દક્ષિણપૂર્વ મધ્ય રેલ્વેએ અકસ્માત બાદ મુસાફરો અને તેમના પરિવારોની સુવિધા માટે હેલ્પલાઇન નંબરો જારી કર્યા છે. માહિતી અને સહાય માટે આ નંબરો 24 કલાક ઉપલબ્ધ રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement