ઉત્તરપ્રદેશના કૌશાંબીમાં મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતાં 5 મહિલાઓના મોત, 3 ગંભીર રીતે ઘાયલ
ઉત્તરપ્રદેશના કૌશાંબી જિલ્લામાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. કૌશાંબી જિલ્લામાં ભેખડ ધસી પડતાં 5 મહિલા દટાઈ જતાં તેમના મોત થયાં હતાં. અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત આજે સવારે લગભગ 7:30 વાગ્યે થયો હતો.આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો. મૃતકોના ઘરમાં માતમ ફેલાયો છે. આ સમગ્ર ઘટના કોખરાજ પોલીસ સ્ટેશનની હાદમાં આવતા ટીકર ડીહ ગામમાં બની હતી. જ્યાં અમુક મહિલાઓ અને છોકરીઓ સરકારી તળાવમાંથી માટી લેવા પહોંચી હતી. ત્યારે ભેખડ ધસી પડતાં મહિલાઓ દટાઈ ગઇ હતી. અને તેમને મોત નીપજ્યા હતાં.
મળતી માહિતી મુજબ કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તારના ટીકરડીહ ગામમાં રહેતા ગ્રામજનો સોમવારે સવારે ગામની બહાર એક તળાવમાંથી માટી ખોદવા માટે ગયા હતા. પછી અચાનક, માટી ખોદતી વખતે, માટીનો એક મોટો ઢગલો તૂટી પડ્યો. ત્યારે ભેખડ ધસી પડતાં મહિલાઓ દટાઈ ગઇ હતી. આ અકસ્માત બાદ ગામમાં હોબાળો મચી ગયો હતો. ચીસો સાંભળીને, નજીકના લોકોએ બચાવ કામગીરી શરૂ કરી અને કોખરાજ પોલીસ સ્ટેશનની પોલીસને ઘટનાની જાણ કરી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ગ્રામજનોની મદદથી કોઈક રીતે માટી હટાવી અને ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગઈ.