ICICI બેંકની ત્રણ ઓફિસે મહારાષ્ટ્ર GST વિભાગના દરોડા
દેશની ખાનગી ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક ICICIબેંકની ત્રણ ઓફિસમાં બુધવારે GSTઅધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે હજુ પણ ચાલુ છે. મહારાષ્ટ્ર GSTઅધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સર્ચ ઓપરેશન અંગે બેંક દ્વારા મોડી રાત્રે એક્સચેન્જોને પણ જાણ કરવામાં આવી છે. બેંકે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું છે કે GSTઅધિકારીઓએ બેંકની ત્રણ ઓફિસોની શોધખોળ શરૂૂ કરી છે. કાર્યવાહી ચાલુ છે અને બેંક વિનંતી મુજબ ડેટા પ્રદાન કરવામાં સંપૂર્ણ સહકાર આપી રહી છે.
મહારાષ્ટ્ર GSTએક્ટ, 2017ની કલમ 67 (1) અને (2) હેઠળ GSTઅધિકારીઓ દ્વારા ICICIબેંકની ઓફિસમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ICICIબેંકમાં આ શોધ એવા સમયે જોવા મળી છે
જ્યારે બેંક મજબૂત નાણાકીય પ્રદર્શન સાથે આગળ વધી રહી છે. નોંધનીય છે કે બીજા ત્રિમાસિક (જુલાઈ-સપ્ટેમ્બર) માટે ICICIબેંકનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 14.5 ટકાના મજબૂત ઉછાળા સાથે રૂૂ. 11,746 કરોડ હતો આ સર્ચ ઓપરેશન વિશે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.
ICICIબેંકના શેરોએ આ વર્ષે અત્યાર સુધીમાં તેના રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે અને તેની કિંમતમાં 32 ટકાનો વધારો થયો છે. જે તેની કામગીરી અને વ્યૂહરચના પર રોકાણકારોનો વિશ્વાસ દર્શાવે છે. બીજા ક્વાર્ટરમાં નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ (ગઈંઈં) પણ વાર્ષિક ધોરણે 9.5 ટકા વધીને રૂૂ. 20,048 કરોડ થઈ છે. તે જ સમયે, બેંકનો ગ્રોસ એનપીએ રેશિયો 30 સપ્ટેમ્બર સુધીમાં વધીને 1.97% થયો, જે એક ક્વાર્ટર પહેલા 2.15% હતો.