'મહાકુંભ મૃત્યુ કુંભમાં ફેરવાયો...' મમતા બેનર્જીનું વિવાદિત નિવેદન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે (18 ફેબ્રુઆરી, 2025) મહાકુંભને લઈને નિવેદન આપ્યું છે. પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પ્રહારો કર્યા છે. તાજેતરની ભાગદોડની ઘટનાઓનો ઉલ્લેખ કરીને મમતાએ મહાકુંભને 'મૃત્યુ કુંભ' ગણાવ્યું. તેમણે કહ્યું કે, VIP લોકોને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.
મમતા બેનર્જીએ મહા કુંભ મેળામાં ખલેલ વિશે કહ્યું, “મહા કુંભ ‘મૃત્યુકુંભ’માં ફેરવાઈ ગયો છે. હું મહાકુંભ અને માતા ગંગાનું સન્માન કરું છું, પરંતુ કોઈ આયોજન નથી. શ્રીમંત અને VIP માટે ₹ 1 લાખ સુધીની કિંમતના કેમ્પ (તંબુ) ઉપલબ્ધ છે, પરંતુ ગરીબો માટે કોઈ જોગવાઈ નથી. મેળામાં નાસભાગની સ્થિતિ સામાન્ય છે, પરંતુ યોગ્ય વ્યવસ્થાપન જરૂરી છે. તમે શું પ્લાન કર્યું છે?"
મમતા બેનર્જીએ ભાજપ પર આરોપ લગાવ્યો કે પાર્ટી પોતાના રાજકીય ફાયદા માટે ધર્મનો ઉપયોગ કરી રહી છે. તેમણે કહ્યું, "અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે ભાજપના ધારાસભ્યો નફરત ફેલાવે અને સમાજમાં ભાગલા પાડે."
બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ સાથે સંબંધ હોવાના આરોપો પર મમતા
મમતા બેનર્જીએ બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ સાથે સંબંધ હોવાના ભાજપના આરોપોને ફગાવી દીધા હતા. તેણીએ પડકાર ફેંક્યો અને કહ્યું, "જો ભાજપ સાબિત કરશે કે મારો બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ સાથે કોઈ સંબંધ છે તો હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દઈશ." તેણીએ એમ પણ કહ્યું કે તે ભાજપના ધારાસભ્યો વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરશે જેઓ તેમના પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે.
મમતાએ મંગળવારે કહ્યું, તમારે આટલો મોટો કાર્યક્રમ યોજવા માટે આયોજન કરવી જોઈતું હતું. ભાગદોડની ઘટના પછી કુંભમાં કેટલા કમિશન મોકલવામાં આવ્યા હતા? મૃતદેહોને પોસ્ટમોર્ટમ કર્યા વિના બંગાળ મોકલવામાં આવ્યા હતા. તેઓ કહેશે કે, લોકો હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા છે અને તેમને કોઈ વળતર આપવામાં આવશે નહીં.
આ સાથે તેમણે કહ્યું, તમે દેશને વિભાજીત કરવા માટે ધર્મ વેચો છો.' અમે અહીં પોસ્ટમોર્ટમ કર્યું કારણ કે તમે ડેથ સર્ટિફિકેટ વિના મૃતદેહો મોકલ્યા હતા. આ લોકોને વળતર કેવી રીતે મળશે? અગાઉ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય શિવપાલ સિંહ યાદવે મહાકુંભને લઈને યુપી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, શાસ્ત્રોમાં ક્યાંય પણ 144 વર્ષ પછી કુંભ મેળાનો ઉલ્લેખ નથી, જો હોય તો આ લોકોએ જણાવવું જોઈએ.