મહાદેવ બેટિંગ એપ કેસ: દિવાનની ધરપકડ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મહાદેવ ઓનલાઈન બેટિંગ એપમાં સંડોવાયેલા નીતિશ દિવાનની ધરપકડ કરી છે. નીતિશ દિવાનની ગુરુવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. નીતિશ દિવાનને રાયપુરની પીએમએલએ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે દિવાનને 8 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલ્યો છે.
EDએ છત્તીસગઢ પોલીસ દ્વારા નોંધાયેલી ઋઈંછના આધારે તપાસ શરૂૂ કરી છે.ત્યારબાદ, વિશાખાપટ્ટનમ પોલીસ અને અન્ય રાજ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર પણ રેકોર્ડ પર લેવામાં આવી હતી. EDની તપાસમાં સામે આવ્યું છે કે નીતીશ દિવાન ઞઅઊમાં મહાદેવ ઓનલાઈન બુક માટે કામ કરતો હતો. પ્રમોટર્સે તેને ઝિમ્બાબ્વે મોકલ્યો હતો.નોંધનીય છે કે, મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ કેસમાં EDએ મુંબઈ, કોલકાતા અને ભોપાલમાં લગભગ 39 સ્થળોએ દરોડા પાડીને 400 કરોડ રૂૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી.