રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જેલમાં માફિયા ડોન અંસારીને ઝેર અપાયું: ICUમાં દાખલ

11:32 AM Mar 26, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

કાલે મોડી રાત્રે ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં માફિયા મુખ્તાર અંસારીની તબિયત અચાનક બગડતાં જિલ્લા વહીવટીતંત્ર નિરાશ થઈ ગયું હતું. ઉતાવળમાં મુખ્તાર અંસારીને બાંદા જેલમાંથી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો. મુખ્તાર અંસારી આઈસીયુમાં સારવાર હેઠળ છે. મળતી માહિતી મુજબ, માફિયા મુખ્તાર અંસારીને નર્વસનેસ અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ પહેલા પણ જેલમાં સુરક્ષામાં છીંડા મળ્યા હતા. જેમાં જેલ વિભાગના ડીજીએ જેલર યોગેશકુમાર, ડેપ્યુટી જેલર રાજેશકુમાર અને અરવિંદકુમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે મોડી રાત્રે મુખ્તાર અંસારીની તબિયત બગડ્યા બાદ જેલ પ્રશાસન દ્વારા ડોક્ટરોને બોલાવવામાં આવ્યા હતા. તપાસ બાદ ડોક્ટરોએ મુખ્તારને મેડિકલ કોલેજના આઈસીયુમાં દાખલ કરવાની સલાહ આપી. જે બાદ મુખ્તારને કડક સુરક્ષા વચ્ચે મેડિકલ કોલેજના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે.થોડા દિવસ પહેલા જ જીવના જોખમની જાણકારી આપી હતી.
નોંધનીય છે કે, મુખ્તાર અંસારીએ તેની સુનાવણી દરમિયાન ઘણી વખત કોર્ટમાં અરજી કરી હતી કે, તેને જેલમાં સારી તબીબી સુવિધાઓ મળી રહી નથી. આટલું જ નહીં, તેણે બાંદા જેલમાં કંઈક અઘટિત થવાની આશંકા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, તેના જીવને ખતરો છે. મુખ્તાર અંસારીએ પોતાના વકીલ એડવોકેટ રણધીર સિંહ સુમન મારફત જજ કમલકાંત શ્રીવાસ્તવ સમક્ષ અરજી પણ આપી હતી. 19 માર્ચે આપવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જેલમાં મુખ્તાર અંસારીને આપવામાં આવેલા ખોરાકમાં કોઈ ઝેરી પદાર્થ હતો. આ ખાધા પછી મુખ્તારને ગભરાટ થવા લાગ્યો અને તેના હાથ-પગ ઠંડા થઈ ગયા અને તેને લાગ્યું કે તે તરત જ મરી જશે.

અરજીમાં કહેવામાં આવ્યું હતુ કે, 40 દિવસ પહેલા આપવામાં આવેલા ખોરાકમાં સ્લો પોઈઝન હતું. તેને ચાખ્યા બાદ જેલના કર્મચારીઓની તબિયત પણ લથડી હતી. હવે 19 માર્ચે પણ આવું જ થયું હતું. એવું લાગે છે કે, જેલમાં કોઈ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

Tags :
indiaindia newsMafia don Ansari
Advertisement
Next Article
Advertisement