For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મધ્યપ્રદેશના નવા ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લા શપથ ગ્રહણ પહેલા થયાં ઘાયલ, સમર્થકો સાથે ધક્કા મુકીમાં પહોંચી સામાન્ય ઈજાઓ

11:35 AM Dec 13, 2023 IST | Bhumika
મધ્યપ્રદેશના નવા ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લા શપથ ગ્રહણ પહેલા થયાં ઘાયલ  સમર્થકો સાથે ધક્કા મુકીમાં પહોંચી સામાન્ય ઈજાઓ

Advertisement

ત્રણ રાજ્યોમાં ભાજપની જંગી જીત બાદ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીઓની ઘોષણા કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં મોહન યાદવ અને છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાંઈ અને રાજસ્થાનમાં ભજનલાલ શર્મા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા છે. તે જ સમયે, આજે મધ્યપ્રદેશ અને છત્તીસગઢના સીએમ અને ડેપ્યુટી સીએમ તેમના પદ માટે શપથ લેશે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે કે મધ્યપ્રદેશના નવનિયુક્ત ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લા ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સમર્થકો વચ્ચે થયેલી ધક્કા મુકીમાં રાજેન્દ્ર શુક્લા પણ ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, ઉત્સાહિત સમર્થકોની ભીડ તેમના ઘરે પહોંચી ગઈ હતી, જેઓ રાજેન્દ્ર શુક્લાને માળા પહેરાવીને અભિનંદન આપવા માંગતા હતા. અચાનક આ ઝપાઝપી દરમિયાન શુક્લાને ખભા પર સામાન્ય ઈજા થઈ હતી. હાલ તેને પ્રાથમિક સારવાર માટે ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement