For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મધ્યપ્રદેશના મજૂરને જેકપોટ, ખાણમાં મળેલો હીરો 2.21 કરોડમાં વેચાયો

05:47 PM Dec 07, 2024 IST | Bhumika
મધ્યપ્રદેશના મજૂરને જેકપોટ  ખાણમાં મળેલો હીરો 2 21 કરોડમાં વેચાયો
Advertisement

મધ્યપ્રદેશના પન્નામાં ત્રણ દિવસ સુધી ચાલેલા હીરાના ઓક્શનમાં પાંચ કરોડથી વધુના હીરા વેચાયા છે. ઓક્શનના અંતિમ દિવસે પણ ખૂબ બોલી લાગી. અંતિમ દિવસે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર 32 કેરેટ 80 સેન્ટનો જેમ્સ ક્વોલિટીનો હીરો રહ્યો. આ હીરો સરકોહામાં સ્વામીદીન પાલ નામના મજૂરને મળ્યો હતો.

આ હીરો 6 લાખ 76 હજાર રૂૂપિયા પ્રતિ કેરેટના હિસાબે 2 કરોડ 21 લાખ 72 હજાર 800 રૂૂપિયામાં વેચાયો. આ હીરાને પન્નાના હીરા વેપારી વીએસ એસોસિએટ્સના સતેન્દ્ર જડિયાએ ખરીદ્યો છે. આ હીરાની આટલી કિંમત મળવાથી સ્વામીદીનની ખુશીનું ઠેકાણુ રહ્યું નહીં.ત્રણ દિવસ ચાલેલી હીરાની હરાજીમાં પન્ના સહિત સૂરત, ગુજરાત, રાજસ્થાન વગેરે સ્થળોથી વેપારી સામેલ થયા.

Advertisement

વેપારીઓમાં હીરાની હરાજીને લઈને ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો. આ દરમિયાન મજૂર સ્વામીદીન પાલે કહ્યું કે પમારા માટે આ ક્ષણ કોઈ સ્વપ્નથી ઓછી નથી. આજે મારો હીરો કરોડોમાં વેચાયો છે. જે ખૂબ મહેનત બાદ મળ્યો હતો. હવે જે રૂૂપિયા મળશે તેનાથી મારું અને બાળકોનું ભવિષ્ય શ્રેષ્ઠ બનાવીશ. આ સાથે હીરાની ખાણ પણ લગાવીશું.

ઓક્શનમાં સૌથી મોટો 32.80 કેરેટના હીરાને વીએસ એસોસિએટ્સના માલિક સતેન્દ્ર જડિયાએ ખરીદ્યો છે. તેમણે કહ્યું કે પન્નાનો હીરો પન્નામાં છે, આ ખુશીની વાત છે. પન્નાના હીરા ઉચ્ચ ક્વોલિટીના હોય છે તેથી હીરા વેપારમાં મજા આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement