મધ્ય પ્રદેશના ધારની ભોજશાળાનો સરવે શરૂ
- હિંદુ-મુસ્લિમ વિવાદમાં હાઈકોર્ટના નિર્ણય પછી એએસઆઈની કામગીરી
મધ્યપ્રદેશના ધારમાં આવેલી ભોજશાળા અંગે હિંદુ અને મુસ્લિમ પક્ષ પોતપોતાના દાવાઓ અંગે પુરાવા એકઠા કરવા આર્કીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે સર્વે શરૂૂ કર્યો છે. આજે સવારે 6:30 વાગ્યે અજઈંની પાંચ સભ્યોની ટીમ ભોજન શાળા પહોંચી હતી. સર્વે દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટનાના બને એ માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ હાઈ કોર્ટની સૂચના પર આ સર્વે કરવામાં આવી રહ્યો છે. ભોજશાળા કેસમાં દાખલ કરાયેલી અરજીની સુનાવણી બાદ ફેબ્રુઆરી મહિનામાં સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ગઈ કાલે ગુરુવારે અજઈંના વરિષ્ઠ અધિકારી પ્રો. આલોક ત્રિપાઠીએ સ્થાનિક પ્રશાસનને આ સર્વે કરવા અંગે આપી હતી. પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે હાઈકોર્ટની ઈન્દોર ડિવિઝન બેંચની અરજી નં. 10497-2022ના અનુપાલનમાં ટીમ 22 માર્ચે ધાર પહોંચશે અને સર્વે કરશે.
સર્વે શરૂૂ થતાં શુક્રવારની નમાઝ પર તેની અસર પડશે તેવી અટકળો વહેતી થઈ હતી. આ અંગે ધારના એસપી મનોજ કુમાર સિંહે જણાવ્યું કે, શુક્રવારે ભોજશાળામાં સર્વે કરવામાં આવશે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શુક્રવાર હોવાથી ભોજન શાળામાં નમાઝ પણ પઢવામાં આવશે. તેને અસર થશે નહીં.
ભોજશાળાને બાબતે હિંદુઓ અને મુસ્લિમો પક્ષો વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. બંને પક્ષો પોતાના અધિકાર દાવો કરી રહ્યા છે. હિન્દુ પક્ષ કહે છે કે અહીં સરસ્વતી મંદિર છે, જ્યારે મુસ્લિમ પક્ષ કહે છે કે ભોજશાળા નમાઝનું સ્થળ છે. ભોજશાળાનું નિર્માણ ક્યારે થયું, તેની બાંધકામ શૈલી કેવી હતી અને પથ્થરો પર કેવા પ્રકારના પ્રતીકો કોતરેલા છે તે ચકાસવા માટે અજઈંના નિષ્ણાતોની ટીમ સર્વે કરશે. આ ટીમ સર્વેનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરશે. જેના આધારે આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.