For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માધબી બૂચ એક સાથે ત્રણ જગ્યાએથી પગાર લેતા હતા, પવન ખેડાનો આક્ષેપ

05:34 PM Sep 02, 2024 IST | admin
માધબી બૂચ એક સાથે ત્રણ જગ્યાએથી પગાર લેતા હતા  પવન ખેડાનો આક્ષેપ

2017થી 2024 દરમ્યાન ICICI બેંકમાંથી 16.8 કરોડની નિયમિત આવક મળતી હતી

Advertisement

કોંગ્રેસ નેતા પવન ખેડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો દાવો કરતા કહ્યું કે, આ દેશમાં ચેસની રમત ચાલી રહી છે, પરંતુ ખેલાડીઓ કોણ છે તેના પર અમે નિર્ણાયક રીતે પહોંચ્યા નથી. અનેક મોહરાઓમાંના એકની વાત કરવી છે તેમનું નામ છે માધવી પૂરી બૂચ.

પવન ખેડાએ વધુમાં જણાવ્યું હતું કે, માધબી પુરી બૂચ સેબીના સભ્ય હતા અને 2 માર્ચ, 2022ના રોજ અધ્યક્ષ બન્યા હતા.

Advertisement

સેબી શેરબજારનું નિયમનકાર છે અને તેની નિમણૂક વડાપ્રધાન અને ગૃહમંત્રી કરે છે. પવન ખેડાએ દાવો કર્યો કે સેબી ચીફ એક સાથે ત્રણ જગ્યાએથી પગાર લેતા હતા. તે આઈસીઆઈસીઆઈ બેંક, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ અને સેબી પાસેથી એક સાથે પગાર લેતી હતી. પવન ખેરાએ જણાવ્યું હતું કે, 2017 અને 2024 ની વચ્ચે, ઈંઈઈંઈઈં બેંક કરોડો રૂૂપિયાની નિયમિત આવક લેતી હતી અને ઇ-શોપ પર ઝઉજ પણ આ બેંક આપી રહી હતી. જે સીધેસીધું જઊઇઈંની કલમ 54નું સીધું ઉલ્લંઘન છે.

એટલા માટે જો માધબી પુરી બૂચમાં થોડી પણ શરમ હોય તો તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) શેરબજારના નિયમનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જ્યાં આપણે બધા આપણા નાણાંનું રોકાણ કરીએ છીએ. પરંતુ સેબીના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે? આ કેબિનેટની નિમણૂંક સમિતિ છે. જેમાં પીએમ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સમાવેશ થાય છે, આ સમિતિના બે સભ્યો સેબીના અધ્યક્ષની નિમણૂક માટે જવાબદાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સેબીના ચેરપર્સન માધાબી પુરી બુચના સંદર્ભમાં નોંધ્યું હતું કે તેમને 2017 અને 2024 વચ્ચે ઈંઈઈંઈઈં બેંકમાંથી 16.8 કરોડ રૂૂપિયાની નિયમિત આવક પ્રાપ્ત થઈ હતી.

જો તમે સેબીના પૂર્ણ સમયના સભ્ય હોવ તો તમે ICICIબેંકમાંથી પગાર કેમ મેળવી રહ્યા હતા. વન ખેડાએ કહ્યું કે તે ઊજઘઙ અને તેનો ઝઉજ પણ ઈંઈઈંઈઈં બેંકમાંથી લઈ રહ્યા હતા. અમે જાણવા માંગીએ છીએ કે, તમે સેબીના ફુલ ટાઈમ સભ્ય હોવા છતાં આઈસીઆઈસીઆઈ પાસેથી તમારો પગાર કેમ લઈ રહ્યા છો?

Advertisement
Tags :
Advertisement
Advertisement