11 કરોડની લોટરી જીતનાર ઈનામ લેવા લોન લઈને પહોંચ્યો
05:52 PM Nov 05, 2025 IST | admin
પંજાબ સરકારની દિવાળી બમ્પર લોટરીમાં 11 કરોડ રૂૂપિયા જીતનાર વ્યક્તિ આખરે મળી ગયો છે. આ વ્યક્તિનું નામ અમિત છે. તે રાજસ્થાનના જયપુરમાં બટાકા અને ટામેટાં વેચે છે. મંગળવારે અમિત તેની પત્ની અને બે બાળકો સાથે લોટરીનો દાવો કરવા ચંદીગઢમાં પંજાબ સ્ટેટ લોટરી ઓફિસ પહોંચ્યો હતો. સરકાર તેમને 11 ચેક આપશે.
મારી પાસે અહીં આવવા માટે ભાડાના પૈસા પણ નહોતા. મેં તે કોઈની પાસેથી ઉધાર લીધેલું છે. હવે મારું નસીબ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. મારો દીકરો કહેતો હતો કે પપ્પા હું ઈંઅજ ઓફિસર બનીશ. હવે હું મારા બાળકોને સારી રીતે ભણાવીશ.
Advertisement
અમિતે જ્યારે ભટિંડામાં લોટરીની ટિકિટ ખરીદી હતી ત્યારે તેણે પોતાનો મોબાઈલ નંબર લખ્યો હતો. આ પછી અમિત જયપુર ગયો. ત્યાં તેનો મોબાઈલ બગડી ગયો. જ્યારે તેની લોટરી જીતી ત્યારે તેના નંબર પર સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તે સતત સ્વીચ ઓફ હતો.
Advertisement
Advertisement
