લંડનની ફલાઇટ મુંબઇ પરત: કેટલીય ફલાઇટસ ડાયવર્ટ
મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખી એરલાઇનનો નિર્ણય: દિલ્હી એરપોર્ટની એડવાઇઝરી
મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AIC129 તેના મૂળ શહેર પરત ફરી રહી છે. એર ઇન્ડિયા દ્વારા સંચાલિત ફ્લાઇટ શુક્રવારે વહેલી સવારે નિર્ધારિત સમયપત્રક મુજબ રવાના થઈ હતી. જોકે, એરલાઇન અથવા ઉડ્ડયન અધિકારીઓ દ્વારા આ ઘટનાનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી.
ફ્લાઇટ ટ્રેકિંગ સેવાFlightradar24 ના ડેટા અનુસાર, શુક્રવારે વહેલી સવારે મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AIC129 મુંબઈ પરત ફરી રહી છે. ઇરાનમાં ઉભરતી પરિસ્થિતિ અને ત્યારબાદ તેના હવાઈ ક્ષેત્રને બંધ કરવાને કારણે આ ઘટના બની.
એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તેના મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને, એર ઇન્ડિયાની નીચેની ફ્લાઇટ્સ કાં તો ડાયવર્ટ કરવામાં આવી રહી છે અથવા તેમના મૂળ સ્થાને પરત ફરી રહી છે. એ ઉપરાંત AI130 લંડન હીથ્રો-મુંબઈ વિયેના તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. AI102 ન્યૂ યોર્ક-દિલ્હી શારજાહ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે, AI116 ન્યૂ યોર્ક-મુંબઈ જેદ્દાહ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. AI2018 લંડન હીથ્રો-દિલ્હી મુંબઈ ડાઇવર્ટ કરાઇ છે.
આ ઉપરાંત AI129 મુંબઈ-લંડન હીથ્રો મુંબઈ પરત કરવામાં આવી છે, AI119 મુંબઈ-ન્યૂ યોર્ક મુંબઈ પરત કરવામાં આવી છે. AI103 દિલ્હી-વોશિંગ્ટન દિલ્હી પરત કરવામાં આવી છે, AI106 નેવાર્ક-દિલ્હી દિલ્હી પરત કરવામાં આવી છે. AI188 વાનકુવર-દિલ્હી જેદ્દાહ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે.
AI101 દિલ્હી-ન્યૂ યોર્ક ફ્રેન્કફર્ટ/મિલાન તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. AI126 શિકાગો-દિલ્હી જેદ્દાહ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. AI132 લંડન હીથ્રો-બેંગલુરુ શારજાહ, AI2016 લંડન હીથ્રો-દિલ્હી વિયેના તરફ વાળવામાં આવ્યું. AI104 વોશિંગ્ટન-દિલ્હી વિયેના તરફ વાળવામાં આવ્યું. AI190 ટોરોન્ટો-દિલ્હી ફ્રેન્કફર્ટ તરફ વાળવામાં આવ્યું. AI189 દિલ્હી-ટોરોન્ટો દિલ્હી પરત ફરી છે.
બીજી તરફ દિલ્હી એરપોર્ટે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, દિલ્હી એરપોર્ટ પર કામગીરી સરળતાથી ચાલી રહી છે. જો કે, ઈરાન, ઇરાક અને પડોશી પ્રદેશમાં બદલાતી એરસ્પેસ સ્થિતિને કારણે, કેટલાક ફ્લાઇટ શેડ્યૂલ પ્રભાવિત થયા છે.
દિલ્હી એરપોર્ટે પોસ્ટમાં લખ્યું છે કે, મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમની ફ્લાઇટ્સ અંગે નવીનતમ અપડેટ્સ માટે તેમની સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરે. અમે બધા મુસાફરોને અપીલ કરીએ છીએ કે તેઓ સાચી અને નવીનતમ માહિતી મેળવવા માટે ફક્ત સત્તાવાર સ્ત્રોતો પર આધાર રાખે.