ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લોકસભાની ચૂંટણીના શ્રીગણેશ: 102 બેઠકો માટે આજથી નોમિનેશન શરૂ

10:18 AM Mar 20, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરી દીધી છે. સમગ્ર ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે, ત્રીજો તબક્કો 7 મે, ચોથો તબક્કો 13 મે, પાંચમો તબક્કો 20 મે, છઠ્ઠો તબક્કો 25 મે અને સાતમો તબક્કો 1 જૂને યોજાશે. જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂન, 2024ના રોજ આવશે. આ સંદર્ભે, આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ તબક્કામાં 17 રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે.

આ સાથે જ જે રાજ્યોમાં પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે ત્યાંની લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામાંકન ભરવાની પ્રક્રિયા પણ શરૂૂ થશે. પ્રથમ તબક્કા માટે 27 માર્ચ 2024 સુધી નામાંકન દાખલ કરી શકાશે. 28મી માર્ચે નામાંકનપત્રોની ચકાસણી થશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 30મી માર્ચ છે.ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં તમિલનાડુમાંથી 29, રાજસ્થાનમાંથી 12, ઉત્તર પ્રદેશમાંથી 8, મધ્યપ્રદેશમાંથી 6, ઉત્તરાખંડ, આસામ અને મહારાષ્ટ્રમાંથી 5, બિહારમાંથી 4, પશ્ચિમ બંગાળમાંથી 3, અરુણાચલ પ્રદેશમાંથી 2, મણિપુર, મેઘાલય અને છત્તીસગઢ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં 1 સીટ પર મતદાન થશે.

બન્ને ગઠબંધન હજુ પણ નવા સહયોગી પક્ષોની શોધમાં
એક તરફ આજે પ્રથમ તબક્કાની 102 બેઠકોની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડી ગયું છે ત્યારે મુખ્ય રાજકીય પક્ષો હજુ પણ નવા સહયોગી પક્ષોની શોધમાં છે. ભાજપએ છેક છેલ્લે આંધ્રમાં ટીડીપી સાથે અને બિહારમાં જેડીયુ ઉપરાંત ચિરાગ પાસવાન પાર્ટી, કુશવાહા તથા જીતનરામ માંઝી સાથે બેઠકોની વહેંચણી કરી છે. તે હજુ પણ પંજાબમાં અકાલીદળ સાથે ગઠબંધનના પ્રયાસો કરી રહ્યો છે. 400 બેઠકોનું લક્ષ્યાંક હાંસલ કરવા તામિલનાડુમાં પણ પ્રાદેશિક પક્ષ સાથે જોડાણ કરી એનડીએનો કુનળો વિસ્તારવામાં આવ્યો છે.બીજી તરફ, બંગાળમાં મમતા બેનરજીએ કાંઠું ન આપતાં કોંગ્રેસ હવે ડાબેરીઓ સાથે ગઠજોડ કરવા મહેનત કરી રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ મહાયુતિના ભાગીદાર પક્ષો વચ્ચે હજુ બેઠક વહેંચણી થઇ નથી, બિહારમાં પણ રાહુલ ગાંધીની તેજસ્વી યાદવ સાથે દોસ્તી થતાં ચોકઠું ગોઠવાયું નથી.આવા પ્રયાસો વચ્ચે બન્ને ગઠબંધનો દ્વારા તમામ તબક્કાની યોજાનારી ચુંટણી પર ઉમેદવારો જાહેર કરાયા નથી. આ મામલે કોંગ્રેસની સ્થિતિ વધુ દયનીય છે.

Tags :
Election CommissionElection Notificationindiaindia newsLok Sabha Elections 2024
Advertisement
Next Article
Advertisement