જસ્ટિસ વર્મા સામે લોકસભાની સમિતિ: તપાસના નામે ઠાગાઠૈયા થઇ રહ્યા છે
ભારતમાં ભ્રષ્ટાચારનો ખાતમો કરવાના ફૂંફાડા બહુ મરાય છે પણ ખરેખર ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની વાત આવે ત્યારે રાજકારણીઓ તાત્કાલિક કોઈ પગલાં લેવા તૈયાર નથી હોતા. તેના બદલે સાવ સ્લો મોશનમાં કામ કરીને ભ્રષ્ટાચારીને છટકી જવાનો પૂરતો સમય અને તક આપી દેવાય છે. આ માનસિકતાનો તાજો દાખલો અલાહાબાદ હાઈ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા સામે ઈમ્પીચમેન્ટ મોશન લાવીને તેમને હોદ્દા પરથી દૂર કરવામાં કરાતા ઠાગાઠયા છે. જસ્ટિસ યશવંત વર્માના ઘરનો એક વીડિયો છેક 14 માર્ચે વાયરલ થયેલો કે જેમાં વર્માના ઘરના સ્ટોરરૂૂમમાં અડધી બળી ગયેલી 500 રૂૂપિયાની નોટોનાં બંડલ દેખાતાં હતાં.
આ વાતને પાંચ મહિના પૂરા થવામાં છે પણ હજુ લગી જસ્ટિસ વર્માને ઘરભેગા કરી દેવાના મામલે કશું નક્કર થયું નથી. હજુ તપાસ તપાસની રમત ચાલ્યા કરે છે અને આ રમતમાં હવે લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ જોડાયા છે કેમ કે ઓમ બિરલાએ જસ્ટિસ વર્મા સામેના આક્ષેપોની તપાસ માટે નવી સમિતી રચી નાખી છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જાહેરાત કરી છે કે, રોકડ કાંડમાં અલાહાબાદ હાઈ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા સામેની ઈમ્પીચમેન્ટ મોશન એટલે કે મહાભિયોગ પ્રસ્તાવની તેમને નોટિસ મળી છે. સ્પીકર બિરલાએ કરેલી જાહેરાત પ્રમાણે, ભાજપના રવિશંકર પ્રસાદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત કુલ 146 સભ્યોએ સહી કરેલી દરખાસ્ત તેમને મળી છે. આ દરખાસ્તમાં અલાહાબાદ હાઈ કોર્ટના જસ્ટિસ યશવંત વર્માને હોદ્દા પરથી હટાવવાની માગ કરવામાં આવી છે.
સ્પીકરે આ દરખાસ્તના આધારે તાત્કાલિક નિર્ણય લેવાના બદલે તપાસ માટે 3 સભ્યોની સમિતિની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદકુમાર, મદ્રાસ હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ મનિન્દર મોહન શ્રીવાસ્તવ અને કર્ણાટક હાઇ કોર્ટના સિનિયર વકીલ બી.વી. આચાર્યની બનેલી આ સમિતિ તેનો રિપોર્ટ સ્પીકરને સોંપે એ પછી જસ્ટિસ વર્મા સામે ઈમ્પીચમેન્ટ મોશન લાવવાની દરખાસ્તને મંજૂરી આપવાનો નિર્ણય લેવાશે.
આ મંજૂરી મળે પછી જસ્ટિસ વર્મા સામેના આરોપો અંગે ચર્ચા થશે ને ચર્ચા પછી સંસદનાં બંને ગૃહોમાં ઈમ્પીચમેન્ટ મોશન બે તૃતીયાંશ બહુમતીથી પસાર થાય તો જસ્ટિસ વર્માને હોદ્દા પરથી દૂર કરાશે. હવે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે પોતે જસ્ટિસ વર્માને દૂર -કરવા માટે કાર્યવાહી કરવાની ભલામણ કરી પછી નવી -તપાસની જરૂૂર જ નથી. સ્પીકર આ રિપોર્ટને આધાર બનાવીને જસ્ટિસ વર્મા સામે ઈમ્પીચમેન્ટ મોશન લાવવાની મંજૂરી -આપી શકે છે. સ્પીકરે બંધારણીય જોગવાઈનો હવાલો આપ્યો -છે પણ સુપ્રીમ કોર્ટે પોતે બંધારણીય જોગવાઈને અનુસરીને તપાસ કરાવી પછી નવી તપાસ જરૂૂરી નથી છતાં આ તપાસ -કેમ એ સમજવું અઘરું છે.