લોકદળના અધ્યક્ષ નફેસિંહની હત્યા: બિશ્ર્નોઈ ગેંગ સામે શંકા
ખાલિસ્તાની અલગાવવાદી સુખદુલ સિંહ ગિલ ઉર્ફે સુખા દુનેકે, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડી અને સિદ્ધુ મૂઝવાલાની લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી હતી. હવે ઈન્ડિયન નેશનલ લોકદળના હરિયાણા રાજ્ય એકમના પ્રમુખ નફે સિંહ રાઠીની હત્યા કેસમાં બિશ્નોઈ ગેંગનું નામ પણ સામે આવી રહ્યું છે. ઈન્ડિયન નેશનલ લોકદળના હરિયાણા રાજ્ય એકમના વડા નફે સિંહ રાઠીની ઝજ્જર જિલ્લામાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કર દીધી . તેમના પર 40-50 રાઉન્ડ ફાયરીંગ કરાયું હતું.
પૂર્વ ધારાસભ્ય નફે સિંહ રાઠીની ઝજ્જરના બહાદુરગઢ શહેરમાં હુમલાખોરોએ તેમની જઞટ પર ધડાધડ ગોળીઓ વરસાવી હત્યા કરાઈ છે. રાઠીની સુરક્ષામાં રખાયેલા ત્રણ ખાનગી બંધુકધારી સુરક્ષા જવાનો પણ આ હુમલામા ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં નફેસિંહ રાઠીની હત્યા પાછળ કોન્ટ્રાક્ટ કિલિંગની આશંકા છે.
હત્યામાં પ્રોફેશનલ કિલર ગેંગનો ઉપયોગ થયો હોવાની આશંકા છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને કાલા જાથેડી કાવતરામાં સામેલ હોવાની આશંકા છે.સમગ્ર મામલાને મિલકત વિવાદ સાથે જોડીને પણ તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, નફે સિંહ રાઠીને છેલ્લા કેટલાક દિવસોથી ધમકીઓ પણ મળી રહી હતી. જેને પગલે હરિયાણા સરકાર સમક્ષ તેમને વધારાની સુરક્ષા આપવાની પણ માગ કરાઈ હતી.
એવું નથી કે લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ પહેલીવાર હત્યાના કેસમાં જોડાયું છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આ સતત ચોથી હત્યાનો મામલો સામે આવ્યો છે. આગળની તમામ હત્યા પણ આ જ પ્રકારે કરવામાં આવી હતી.
આ પહેલા ખાલિસ્તાની અલગતાવાદી સુખદુલ સિંહ ગિલ ઉર્ફે સુખા દુનેકે, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી અને સિદ્ધુ મૂઝવાલાની હત્યાના કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ પણ સામે આવ્યું હતું.
પોલીસને આશંકા છે કે નફે સિંહની આ જ રીતે સંપૂર્ણ પ્લાનિંગ સાથે હત્યા કરવામાં આવી હતી અને આમાં એક શૂટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જો કે હાલ સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે, પરંતુ તેની પાછળ કોન્ટ્રાક્ટ કિલિંગનો મામલો સામે આવ્યો છે. અને હત્યાની સ્ટાઈલ સંપૂર્ણપણે લોરેન્સ બિશ્નોઈ ગેંગની છે.