For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

LJP મહિલા સાંસદે બે વખત વોટ આપ્યો? કોંગ્રેસનો વીડિયો વાયરલ

05:35 PM Nov 08, 2025 IST | admin
ljp મહિલા સાંસદે બે વખત વોટ આપ્યો  કોંગ્રેસનો વીડિયો વાયરલ

Advertisement

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન તાજેતરમા યોજાયું હતું. ત્યારે હવે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના સમસ્તીપુર સાંસદ શાંભવી ચૌધરી પર બિહાર વિધાનસભા ચૂંટણીમાં 2 વખત મત આપવાનો આરોપ લાગ્યો છે. રાહુલ ગાંધીની પાર્ટી કોંગ્રેસે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને દાવો કર્યો કે, શાંભવી ચૌધરીના બંને હાથોની આંગળીઓમાં શાહી લાગેલી છે, જે મતદાન બાદ પોલિંગ બૂથ પર મતદારની એક આંગળી પર લગાવવામાં આવે છે.

વીડિયોમા શાંભવી અને પિતા અને નીતિશ સરકારમાં જેડીયૂના મંત્રી અશોક ચૌધરી સાથે દેખાઈ રહ્યા છે.
કોંગ્રેસે પોતાના સત્તાવાર ફેસબુક હેન્ડલથી શુક્રવારે L$સાંસદ શાંભવી ચૌધરીના 2 ફોટો શેર કર્યા અને લખ્યું કે, બંને હાથથી વોટ ચોરી, ગજબ રમત છે. ત્યારબાદ બિહાર કોંગ્રેસના સત્તાવાર હેન્ડલથી પણ તેનો એક વીડિયો શેર કરાયો, જેમાં શાંભવી ચૌધરી પહેલા પોતાના ડાબા હાથની આંગળી કેમેરાની સામે બતાવે છે. ત્યારબાદ શાંભવીના પિતા અને મંત્રી અશોક ચૌધરી પણ હાજર છે.

Advertisement

આ વીડિયો હવે સોશિયલ મીડિયાની સાથે જ રાજકીય પાર્ટીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. જો કે, અમે આ વીડિયોની પુષ્ટિ નથી કરતા. વિપક્ષ દ્વારા લગાવવામાં આવી રહેલા વોટ ચોરીના આરોપ વચ્ચે કોંગ્રેસે શાંભવીના મુદ્દાને ઉઠાવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement