LIVE: મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ આજે: નાણામંત્રી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા, બજેટને રાષ્ટ્રપતિની મળી મંજૂરી
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે 23 જુલાઈ 2024ના રોજ લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. નાણામંત્રીનું આ સતત 7મું બજેટ છે. આ વખતે બજેટમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ફોકસ જોવા મળી શકે છે. મધ્યમ વર્ગને પણ ટેક્સમાં રાહત મળી શકે છે.
નાણા મંત્રાલયમાંથી બહાર આવ્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ટેબલેટ સાથેની પ્રથમ તસવીર ક્લિક કરાવી હતી. દરમિયાન નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી અને નાણા વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા. હવે નાણામંત્રી રાષ્ટ્રપતિ ભવન જવા રવાના થઈ ગયા છે.
નાણામંત્રી સૌથી પહેલા મંત્રાલય પહોંચ્યા અને અધિકારીઓ સાથે બેઠક કરી. નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમની ટીમ સાથે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને તેમને બજેટની કોપી સોંપી. નાણામંત્રીએ બજેટ રજૂ કરવા માટે રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી પણ લીધી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ નિર્મલા સીતારમણને દહીં અને ખાંડ ખવડાવી હતી.