LIVE : ચૂંટણી પંચની પત્રકાર પરિષદ: ચૂંટણીપંચે કહ્યું- અમે ચૂંટણી માટે તૈયાર, 1.82 કરોડ લોકો પહેલીવાર મતદાન કરશે
ચૂંટણી પંચની પત્રકાર પરિષદ શરુ થઈ ગઈ છે થોડીવારમાં જ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરશે.લોકસભાની સાથે જ 4 રાજ્ય આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ આજે જાહેર કરવામાં આવશે.
સીઈસીએ કહ્યું કે ઈસીઆઈ સમક્ષ ચૂંટણી યોજવા અંગે 4 પડકારો છે. મસલ પાવર, મની પાવર, ફેક ન્યૂઝ અને MCCનું ઉલ્લંઘન. તેમણે કહ્યું કે અમે હિંસા મુક્ત ચૂંટણી કરાવવા માંગીએ છીએ, આથી ચૂંટણી દરમિયાન કોઈ હિંસા સહન કરવામાં આવશે નહીં.
બાપુએ કહ્યું હતું- હું હિંસાનો વિરોધ કરું છું, કારણ કે તેના દ્વારા મળેલા ઉકેલ થોડા સમય માટે છે, નફરત કાયમ માટે હોય છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે 97 કરોડ મતદારો મતદાન કરશે. 10.5 લાખ મતદાન મથકો હશે, જ્યારે 55 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે 1.5 કરોડ મતદાન અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓ તહેનાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે 1.82 કરોડ યુવા મતદારો છે જે આ વખતે મતદાન કરશે. તેમણે કહ્યું કે . 96.8 કરોડ મતદારો છે. 49.7 કરોડ પુરુષ અને 47 કરોડ મહિલાઓ છે. 1.82 કરોડ ફર્સ્ટ ટાઈમ વોટર છે. 18-29 વર્ષની વયના 19.74 કરોડ મતદારો છે.
97 કરોડ મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો, 1.5 કરોડ મતદાન અધિકારીઓ, 55 લાખ ઈવીએમ, 4 લાખ વાહનો. અમે 400થી વધુ વિધાનસભા ચૂંટણીઓ કરી છે. 16-16 રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરી ચુક્યા છીએ.
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું- ફરી એકવાર ભારતીયો સાથે આવશે અને તેમની ઈચ્છાઓ વ્યક્ત કરશે. આ એક ઐતિહાસિક તક છે. વિશ્વની સૌથી મોટી અને સૌથી ગતિશીલ લોકશાહી તરીકે દરેકનું ધ્યાન ભારત પર છે. દેશના તમામ રાજ્યો તેમાં સામેલ થાય છે. ચૂંટણીનું પર્વ - દેશનું ગર્વ.