For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાન ખોલીને સાંભળી લો, GST ઘટાડાનો લાભ ગ્રાહકોને ન આપનારા દંડાશે

11:40 AM Sep 18, 2025 IST | Bhumika
કાન ખોલીને સાંભળી લો  gst ઘટાડાનો લાભ ગ્રાહકોને ન આપનારા દંડાશે

Advertisement

સરકાર એન્ટિપ્રોફિયિટરિંગ એકટની કલમ 171(2)નો અમલ ફરી શરૂ કરી શકે છે

Advertisement

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે જીએસટીના દરમાં કરેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને ન આપનારા વેપારીઓ તોલમાપ ખાતાના કાયદા હેઠળ અને જીએસટી કાઉન્સિલ નક્કી કરે તો એન્ટિપ્રોફિયિટરિંગની જીએસટીની જોગવાઈ હેઠળ દંડ અને સજાને પાત્ર બનશે. સરકાર તેમના પર બારીક નજર રાખી રહી છે. અત્યારે એન્ટિપ્રોફિટિયરિંગની કોઈપણ જોગવાઈ અમલમાં નથી. તેથી સરકાર આપણું કંઈ બગાડી શકશે નહીં તેમ માનીને ઘટાડો ન કરનારા વેપારીઓ બુરી રીતે ફસાઈ શકે છે. જીએસટી એક્ટમાં કલમ 171માં એન્ટિપ્રોફિટિયરિંગની જોગવાઈ કરવામાં આવેલી છે. આ કલમ હેઠળ જીએસટીના અધિકારીને વેપારી સામે પગલાં લેવાની સત્તા મળેલી છે.

જીએસટી કાઉન્સિલ દ્વારા વેરાના દરમાં કરવામાં આવેલા ઘટાડાનો લાભ કોઈપણ ગ્રાહકને ન આપે તો તે વેપારી સામે પગલાં લેવાની સત્તા અધિકારીઓ પાસે છે. જો કે, કેન્દ્ર સરાકરે કલમ 171(2)ની સત્તાનો ઉપયોગ કરવાની કલમને પહેલી એપ્રિલ 2025થી નિષ્ક્રિય કરી દીધી છે. છતાં સરકારના ધ્યાનમાં આવશે કે જીએસટી કાઉન્સિલે જીએસટીના દરમાં કરેલા ઘટાડાનો લાભ ગ્રાહકને આપવામાં આવતો નથી.
તો તેવા સંજોગોમાં આ કલમને એક્ટિવ કરવા માટે એક જ નોટિફિકેશન બહાર પાડવાથી વિશેષ કશું જ સરકારે કરવું પડશે નહીં.

સરકારે વેપારી આલમ પર વિશ્વાસ મૂક્યો છે. તેનો લાભ જનતાને મળશે તેવા વિશ્વાસને આધારે જ જીએસટીના રેટ ઘટાડ્યા છે. ડીલરો પણ ટેક્સ કોઈએ રાખવી ન જોઈએ. વેપારીઓ ઘટાડીને ચીજવસ્તુઓનું વેચાણ કરશે. વેરાના દરમાં નફો કરવાની વૃત્તિ દ્વારા નફાખોરી કરવામાં આવી રહી હોવાનું સરકારના ધ્યાનમાં આવશે તો સરકાર એટિપ્રોફિટિયરિંગની જોગવાઈનો અમલ કરશે. તેમાં વેપારીના બે ચાર હિસાબો નહીં, પૂરે પૂરા હિસાબોની અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.

12 ટકાના સ્લેબમાંથી 5 ટકાના સ્લેબમાં વસ્તુઓને મૂકી આપવામાં આવી હોય તો તેવા સંજોગોમાં ચીજવસ્તુઓના ભાવ સીધા 7 ટકા ઘટી જશે તેવી માન્યતામાં ગ્રાહકોએ પણ રહેવું જોઈએ નહીં. 12 ટકા જીએસટીનો સ્લેબ નાબૂદ કરી દેવામાં આવ્યો છે. તેમાંથી ઘણી વસ્તુઓ પરના જીએસટીના દર ઘટીને 5 ટકા થયા છે. હવે આ વસ્તુના વર્તમાન ભાવમાંથી સીધા 7 ટકાની બાદબાકી કરીને તેની ઘટાડેલી કિંમત નક્કી કરી ચીજવસ્તુના નવા ઘટાડેલા ભાવ નક્કી કરવા માટે નીચે મુજબની ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકાય છે.

પેન, સ્કૂલ બેગ, પ્રિન્ટેડ પુસ્તકો પર 18% કર લાગશે
બોલ પોઈન્ટ પેન અને ફાઉન્ટેન પેન, સ્કૂલ બેગ અને પ્રિન્ટેડ પુસ્તકો પર 18% ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ લાગશે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા બુધવારે જારી કરાયેલ માલ માટેના દર સૂચનામાં જણાવાયું છે. રેટ ચાર્ટના આધારે, બોલ પોઈન્ટ પેન, ફેલ્ટ ટિપ્ડ અને અન્ય છિદ્રાળુ-ટિપ્ડ પેન અને માર્કર, ફાઉન્ટેન પેન, સ્ટાઇલો ગ્રાફ પેન અને અન્ય પેન પર 18 ટકા GST (9 ટકા CGST અને 9 ટકા જGST) લાગશે. જોકે, પેન્સિલો (પ્રોપેલિંગ અથવા સ્લાઇડિંગ પેન્સિલો સહિત), ક્રેયોન્સ, પેસ્ટલ્સ, ડ્રોઇંગ કોલસો, લેખન અથવા ડ્રોઇંગ ચાક અને દરજીઓના ચાક અને ચાક સ્ટીક પર GST 12 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છે. ફાઉન્ટેન પેનની સાથે, સ્કૂલ બેગ (સ્કૂલ સેચેલ્સ), ટ્રંક, સુટકેસ, વેનિટી-કેસ, એક્ઝિક્યુટિવ-કેસ, બ્રીફ-કેસ, ચશ્માના કેસ, બાયનોક્યુલર કેસ, કેમેરા કેસ, સંગીતનાં સાધનોના કેસ, બંદૂકના કેસ, હોલ્સ્ટર અને સમાન ક્ધટેનર અને ટ્રાવેલ બેગ, 18 ટકા રેટ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. દરમિયાન, છાપેલા પુસ્તકો સંબંધિત કેટલાક મુદ્દાઓ છે. રેટ ચાર્ટમાં છાપેલા પુસ્તકો માટે મુખ્ય ઇનપુટ, અનકોટેડ કાગળ, 18 ટકા શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement