For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેલેન્ડરની જેમ વિચારો પણ બદલીએ

10:55 AM Nov 08, 2025 IST | admin
કેલેન્ડરની જેમ વિચારો પણ બદલીએ

દિવાળી પૂરી થયાં પછીનો સમય આરામનો નહીં, પરંતુ આપણાં રોજિંદા જીવનમાં કંઈક નવો બદલાવ, નવીનતા, સકારાત્મક વિચાર કે કંઈક નવું કરવાની તક મળે છે. કારણકે દિવાળીમાં પરિવાર સાથે આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવણી કર્યા બાદ નવું વર્ષ, નવી શરૂૂઆત, નવા સપના અને નવા સંકલ્પોનો ફરી ઉત્સાહપૂર્વક પ્રારંભ. સંકલ્પ એટલે ફક્ત શબ્દ નહીં, પણ એક શક્તિ જે આપણને લક્ષ્ય સુધી પહોંચાડે છે.

Advertisement

દરેક વ્યક્તિ પોતાનાં જીવનમાં બદલાવ જરૂૂર ઈચ્છે છે. કોઈ આરોગ્યમાં, કોઈ કામમાં પ્રગતિ, કોઈ માનસિક શાંતિ તો વળી કોઈ પરિવાર સાથે વધુ સમય વિતાવવા માગતા હોય છે. આપણી દરેક ઈચ્છાઓને દઢ બનાવવા માટે સંકલ્પ ખૂબ જરૂૂરી છે. ઘણા પોતાનો સ્વભાવ, ગુસ્સો, ચિંતા આળસ, ઈર્ષા જેવી અનેક નકારાત્મક આદતો છોડવા માગતી હોય છે. તો ઘણાં વ્યસનથી છૂટવા સંકલ્પ લેતા હોય છે. આમ, નવું વર્ષ અ માત્ર તિથિ કે તારીખનો ફેરફાર જ નહીં, એ તો આપણા વિચારોનું પરિવર્તન છે.

સંકલ્પો લેવા બહુ સહેલા છે, પણ એમને વળગી રહેવા એટલા જ અઘરા છે. જો સમયસર પાલન કરવામાં આવે તો કોઈ વસ્તુ જીવનમાં અશક્ય જ નથી. ઉતાવળે ક્યારેય આંબા ના પાકે. આ માટે ધીરજ રાખવી અત્યંત જરૂૂરી છે. જો જીવનમાં બદલાવ ઈચ્છતા હો તો દરરોજ તમારાં સંકલ્પને ઓછામાં ઓછો 30 મિનિટનો સમય આપો. આટલા ટૂંકા સમયને પણ જો વળગી રહેશો તો જરૂૂર તમે જે ધારો તે બદલી શકો છો. કેટલું જીવો એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ જરૂૂરી છે. માટે જ સમયનો સદુપયોગ કરવો જોઈએ.

Advertisement

આપણાં જીવનમાં મોટાભાગની સમસ્યાઓનો અંત કે ઉકેલ આપણી અંદર જ છુપાયેલો છે. ફક્ત તેને ઓળખો અને બહાર લાવો. નવાં વર્ષની શરૂૂઆત જ એવી ધમાકેદાર કરો. જેમ કે, હું બધું જ કરી શકું છું, હું કરીશ જ, મારે કરવું જ છે. જેવાં ધારદાર શબ્દોનો ઉપયોગ રોજ સવારે ઉઠતાં જ મનમાં બોલો. રોજ રાતે સૂતાં પહેલાં તમે શું આખો દિવસ કર્યું એ નોંધો. ઉપરાંત બીજા દિવસે શું કરવાનું છે એ લખો. સવારથી જ મક્કમ બનીને વળગી રહો. જો તમે સાત દિવસ આટલું કર્યું તો જરૂૂર આગળ પણ કરી જ શકશો. રોજનું એક સમયપત્રક બનાવો. નાની નાની ટિપ્સ મસમોટા કામ કરતી હોય છે.

કોઈ પણ સંકલ્પ લેતા પહેલાં એટલું જરૂૂર યાદ રાખો કે, બદલાવ એક દિવસ કે એક અઠવાડિયામાં નહીં આવે. ધીરજ અને નિયમિતતા જાળવી રાખશો તો એ જ સફળતાની ચાવી છે. રોજ થોડો થોડો બદલાવ લાવો તો વર્ષનાં અંતે મસમોટી સિદ્ધિ હાસિલ કરી શકાય છે. જેમ કે, જે લોકોને નિયમિત કસરત, યોગા કે જીમ કરવું છે તે લોકો વધુ નહીં તો રોજ 30 મિનિટ આ માટે ગમે તે રીતે કાઢીને આળસ કર્યા વગર વળગી રહે. કોઈને વાંચન કરવું છે તો શરૂૂમાં રોજનો અડધો કલાક વાંચન રાખો. કોઈને સકારાત્મક વિચાર પર વધુ ભાર આપવો હોય તો સવારે ઉઠતાં જ એક કલાક મોબાઈલ લીધા વગર જ મૌન રહો. કંટાળો, થાક કે સ્ટ્રેસ આવે ત્યારે મ્યુઝિક કે ભગવાનના ગીતો સાંભળો. આવા નાના નાના સંકલ્પ મોટી સિદ્ધિ અપાવશે.

નવું વર્ષ આપણને એ યાદ અપાવે છે કે સમય આગળ વધી રહ્યો છે તો આપણે પણ આગળ વધવું જોઈએ. આપણાં જીવનમાંથી રોજ એક દિવસ ઘટે છે. તો રોજ સાંજે સકારાત્મક વિચાર કરીને જ સૂઓ. ઉઠતાં જ જીવનને વધુ અર્થપૂર્ણ બનાવવા પ્રેમભર્યું વલણ દાખવો. રોજ એક નવી શરૂૂઆત, રોજ નવો સંકલ્પ, રોજ નવી જીત, રોજ નવી આશા, રોજ નવી પ્રેરણા જાતે જ મેળવો. નવું વર્ષ એ ફક્ત ઉજવણી નહીં, પણ આંતરિક પરિવર્તનની શરૂૂઆત છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement