ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હાર્દિકને છોડીને નતાશા પિયર ઉપડી? લગેજ બેગ સાથેની પોસ્ટથી ચર્ચા શરૂ

06:06 PM Jul 17, 2024 IST | Bhumika
Advertisement

ક્રિકેટર હાર્દિક પંડ્યાની પર્સનલ લાઈફ ફરી ચર્ચાનું કારણ બની છે, જેનું કારણ તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથેના છૂટાછેડાના સમાચાર છે. લાંબા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે આ કપલ તેમના લગ્નજીવનમાં ખુશ નથી. નતાશા ક્રિકેટરને છૂટાછેડા આપવા માગે છે. આ દરમિયાન નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે લગેજ બેગની તસવીર શેર કરી છે. નતાશાએ ફોટોની સાથે એક ક્રિપ્ટિક નોટ પણ લખી છે. જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ ફરી મૂંઝવણમાં મુકાયા છે.

Advertisement

નતાશા સ્ટેનકોવિકે ઇન્સ્ટાગ્રામ પર નવી પોસ્ટ શેર કરીને પોસ્ટમાં લખ્યું છે કે ઈટ્સ ધેટ ટાઈમ ઓફ ધ યર અને પ્લેન અને ઘરના ઇમોજી સાથે ઈમોશનલ ઈમોજી પણ જોવા મળે છે. જે તેના હોમ ટાઉન સર્બિયા પાછા જવાનો સંકેત આપે છે.

નતાશા સ્ટેનકોવિકની આ પોસ્ટે હાર્દિકના ફેન્સમાં હલચલ મચાવી દીધી છે, જેથી તેઓ વિચારે છે કે નતાશા ખરેખર હાર્દિકનું ઘર છોડીને કાયમ માટે જઈ રહી છે.એક તરફ, નતાશા તેની સૂટકેસ પેક કરીને નીકળી રહી છે.
બીજી તરફ હાર્દિકે શ્રીલંકા સામેની વન-ડે શ્રેણીમાંથી બ્રેક લીધો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, હાર્દિકે અંગત કારણોસર શ્રીલંકામાં વન-ડે સિરીઝ ન રમવાનો નિર્ણય લીધો છે.

Tags :
hardik pandayaindiaindia newsnatasha
Advertisement
Next Article
Advertisement