For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હી હાઇકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણી અગાઉ મહિલાને કિસ કરતો જોવા મળ્યો વકીલ

06:23 PM Oct 16, 2025 IST | Bhumika
દિલ્હી હાઇકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણી અગાઉ મહિલાને કિસ કરતો જોવા મળ્યો વકીલ

દિલ્હી હાઈકોર્ટની એક વર્ચ્યુઅલ કોર્ટ કાર્યવાહીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોર્ટરૂૂમમાં કોઈ દલીલ કે ન્યાયાધીશ દ્વારા વકીલને ઠપકો આપવા સાથે સંબંધિત નથી પરંતુ તેમાં એક વકીલ ઓનલાઈન સુનાવણી અગાઉ અયોગ્ય વર્તન કરતો જોવા મળી રહ્યો છે. આ ઘટના મંગળવારે બની હોવાનું કહેવાય છે અને કોર્ટની કાર્યવાહી શરૂૂ થઈ ન હતી અને લોકો ન્યાયાધીશના આવવાની રાહ જોઈ રહ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે વકીલ પોતાના રૂૂમમાં બેઠેલો દેખાય છે, જે કેમેરાથી આંશિક રીતે દૂર છે અને તેનો એક તરફનો ચહેરો જોવા મળી રહ્યો છે. સાડી પહેરેલી એક મહિલા તેમની સામે ઉભી જોવા મળે છે. ત્યારબાદ વકીલ તેનો હાથ ખેંચીને પોતાની તરફ ખેંચતો જોવા મળે છે. મહિલા ખચકાટ અનુભવે છે અને પ્રતિકાર કરતી દેખાય છે, પરંતુ વકીલ તેને કિસ કરી લે છે અને પછી પાછળ હટી જાય છે. જો કે આ વિટીયોની પુષ્ટી થઇ નથી.

Advertisement

વાયરલ વીડિયો પર ઈન્ટરનેટ યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. સુપ્રીમ કોર્ટના વકીલ શશાંક શેખર ઝાએ દિલ્હી હાઈકોર્ટ કેપ્શન સાથે વીડિયો ફરીથી શેર કર્યો છે. સુપ્રીમ અને દિલ્હી હાઈકોર્ટના વકીલ કુમાર દીપરાજે કહ્યું હતું,આ દિલ્હી હાઈકોર્ટની જસ્ટિસ જ્યોતિ સિંહની કોર્ટ છે અને કોર્ટ સત્રમાં નહોતી.
નોંધનીય છે કે અગાઉ જૂન મહિનાની શરૂૂઆતમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિ ટોઇલેટમાં બેસીને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહીમાં હાજરી આપતો જોવા મળ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement